For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPLમાં મુસ્તાફિઝુર રહેમાનના રમવાના મામલે બાંગ્લાદેશ ક્રિકેટમાં વિભાજન

12:21 PM Apr 22, 2024 IST | Bhumika
iplમાં મુસ્તાફિઝુર રહેમાનના રમવાના મામલે બાંગ્લાદેશ ક્રિકેટમાં વિભાજન
  • ક્લબ ક્રિકેટ રમતા પહેલા દેશ માટે રમવું જોઇએ તેઓ મત

આઇપીએલ 2024માં માત્ર એક બાંગ્લાદેશી ક્રિકેટર રમી રહ્યો છે. બોલર મુસ્તાફિઝુર રહેમાનની, જે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. આ વખતે આઇપીએલ 2024ની હરાજીમાં સીએસકેએ આ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ સિઝનમાં અત્યાર સુધી મુસ્તાફિઝુર ટીમના વિશ્વાસ પર ખરો ઉતર્યો છે. હવે બાંગ્લાદેશ ક્રિકેટમાં મુસ્તફિઝુર રહેમાન આઇપીએલમાં રમવાને લઈને નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

Advertisement

મુસ્તાફિઝુર રહેમાન આઇપીએલ 2024માં સીએસકે માટે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. આ સિઝનમાં રહેમાનને પર્પલ કેપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હવે બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર ખાલિદ મહમૂદ મુસ્તાફિઝુર આઇપીએલમાં રમવાથી નાખુશ દેખાય છે.

ખાલિદ મહમૂદ કહે છે કે મારું માનવું છે કે ક્લબ ક્રિકેટ રમતા પહેલા દેશ માટે કેવી રીતે રમવું તે જાણવું જોઈએ. જો તે આખી આઈપીએલ રમ્યો હોત તો મને આનંદ થાત પરંતુ બાંગ્લાદેશ પાસે ન્યૂઝીલેન્ડ સાથે શ્રેણી રમવાની છે અને અમારી પાસે મુસ્તફિઝુર જેવા 10-12 બોલરો નથી. તેમના માટે આઇપીએલમાંથી શીખવા જેવું કંઈ નથી. બાંગ્લાદેશને પણ આનો કોઈ ફાયદો નથી.

Advertisement

બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન બીસીબી ડિરેક્ટર અકરમ ખાને મુસ્તફિઝુર રહેમાનનું સમર્થન કર્યું છે. ચેપોકમાં રમાયેલી કેકેઆર સાથેની મેચમાં મુસ્તફિઝુર રહેમાને જે રીતે શાનદાર બોલિંગ કરી તેનાથી અકરમ ખાન ઘણો ખુશ છે. અકરમનું માનવું છે કે આઇપીએલમાં ટી20 ક્રિકેટના ટોચના બેટ્સમેનો સામે મુસ્તફિઝુર જે રીતે બોલિંગ કરી રહ્યો છે, તે તેને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ખૂબ સારી રીતે તૈયાર કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement