For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

03:30 PM May 06, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના
  • હથિયારધારી પોલીસ જવાનો સાથે મશીનો મોકલાયા -
  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે મંગળવારે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જામનગર મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાની વિધાનસભાની બંને બેઠકના 634 જેટલા મતદાન મથક (બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો સહિતના સ્ટાફને ફાળવવામાં આવી છે. આ કર્મચારીઓ આજરોજ હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી સાથે મતદાન મથક પર જવા રવાના થયા હતા. તા. 7 મે ના રોજ ચૂંટણીના મતદાન અન્વયે આજે ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાના ડીસ્પેચ સેન્ટર પરથી સ્ટાફને ઇવીએમ, વીવીપેટ અને જરૂરી સાહિત્ય લઈને તમામ ટીમો ચૂંટણી પંચની સૂચના અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી. પોલિંગ સ્ટાફને રૂટની યોગ્ય માહિતી મળી રહે તે માટે QR કોડની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement