For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇફ્કોના ચેરમેન પદે બીજી વખત બિનહરીફ ચૂંટાતા દિલીપ સંઘાણી

04:47 PM May 10, 2024 IST | Bhumika
ઇફ્કોના ચેરમેન પદે બીજી વખત બિનહરીફ ચૂંટાતા દિલીપ સંઘાણી
Advertisement

ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની દિલ્લી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા.

આ પૂર્વે ઈફ્કોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો હતો. ગત રોજ દિલ્હી ખાતે ડિરેક્ટર પદની બેઠક યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાની જીત થવા પામી હતી. જેમાં કુલ 182 મતદારોમાંથી બે મતદારો વિદેશમાં રહે છે. મતદાનમાં કુલ 180 મતદ પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને 113 મત જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. આજે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે હિલીપ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે બલવિંદસિંહ ચૂંટાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement