આજી-કોઠારિયા ચોકડીએ હાઇવેની બિસ્માર હાલત
નજીવા વરસાદે ગુણવત્તાની પોલ ખોલી નાખી: તાકીદે કામગીરી નહીં થાય તો પ્રોજેકટ ડાયરેકટરનો ધેરાવ કરવા કોંગ્રેસની ચીમકી
રાજકોટ શહેરમાં અને હાઇ-વે પર બનેલા રોડ-રસ્તાની ગુણવતાની પોલ સામાન્ય વરસાદમાં ખૂલ્લી ગઇ છે. નજીવા વરસાદના કારણે રસ્તાઓ મગરની પીઠ સામાન બની ગયા છે. કોંગે્રસ દ્વારા જાતે ખાડા બૂરવાનું અભિયાન શરૂ કર્યું છે. તૂટેલા રસ્તા અંગે કોંગ્રેસે કહયુ હતુ કે મનપા અને હાઇવે ઓથોરિટી વચ્ચેના સંકલનના અભાવે વાહન ચાલકો પર જોખમ તોળાઇ રહ્યું છે.
કોઠારીયા રોડ નાલાની શરૂૂઆતમાં જે આજીડેમ તરફ રસ્તો જાય છે તેમાં ચોકડીએ ક્રિષ્ના ઓટો સર્વિસ સામે અંબિકા વિદ્યાલયની જે જાહેરાત છે તેની પાસે અને નાલાની પાછળ ભગવતી એન્ટરપ્રાઇઝ સામે તેમજ 80 ફૂટ રોડ સીતારામ સોસાયટી, મારુતિ નગરના બોર્ડ પાસે હાઇવે પર પાર્થ ઇન્ડસ્ટ્રીઝ ની સામે ખાડાઓ છે તેમજ રિદ્ધિ સિદ્ધિ નું નાલુ જે સર્વિસ રોડ છે તેમાં 800 થી 900 મીટર માં રસ્તાઓ ખાડાગ્રસ્ત છે. શહેરીજનોના હાડકા અને મણકા ભાંગી નાખે એ પ્રકારે ખાડાઓ છે. તેમજ કોઠારીયા ચોકડીથી ખોડીયાર મંદિર ટેકરી સુધી નાના મોટા જીવલેણ ખાડાઓ આવેલા છે આ સિવાય ગ્રીનલેન્ડ ચોકડી સહિતના અમુક જે રસ્તાઓ નેશનલ હાઇવે ઓથોરિટી માં આવે છે ત્યાં ખાડાઓ હોવાને પગલે અને ચોમાસું હોય આવા ખાડાઓ પાણી ભરાયેલા હોવાથી લોકોને હાલાકી પડે છે.
ઉલ્લેખનીય છે કે રસ્તા પર ખાડાને પગલે તારીખ 14/10/2023 ના રોજ 24 વર્ષના આશાસ્પદ યુવાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જવાબદાર અધિકારીના ગુનાહિત બેદરકારી અને લાપરવાહિને પગલે જીવ ગુમાવવો પડ્યો હતો. તત્કાલીન સમયે આજીડેમ પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર અને હાઇવે ઓથોરિટીના અધિકારી સામે ગુનો પણ દાખલ થયેલ છે જે રેકોર્ડ પર છે.
રાજકોટ મહાનગરપાલિકા અને હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંકલન કરી એ પણ રસ્તાઓ ભંગાર અને ખખડધજ છે તેવા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ઓફિસે પ્રોજેક્ટ ડાયરેક્ટરને ઘેરાવ કરવાની ફરજ પડશે. તેવી ચિમક શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ઉચ્ચારી છે.