For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડીમા ગોલા અને કેરીનો રસ પીધા બાદ 30ને ઝાડા-ઊલટી

01:30 PM Apr 26, 2024 IST | Bhumika
પાટડીમા ગોલા અને કેરીનો રસ પીધા બાદ 30ને ઝાડા ઊલટી
  • સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા, તમામની હાલત સ્થિર

Advertisement

પાટડીમાં મોડી રાત્રે બરફના ગોલા અને કેરીનો રસ પીધા બાદ 30થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાંથી 15થી 17 જેટલા દર્દીઓ પાટડી સરકારી હોસ્પિટલમાં અને અન્ય દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયા હતા.પાટડી સરકારી હોસ્પિટલમાં આ દર્દીઓને તાકીદે ઈન્જેકશન અને દવા આપી સારવાર કરવામાં આવી હતી.

પાટડીમાં સુરેન્દ્રનગરના અન્ય તાલુકાઓ કરતા રણકાંઠા વિસ્તાર હોવાના કારણે ગરમી સવિશેષમાં પડે છે.આથી પાટડીમાં આ વર્ષે આકરા ઉનાળાની શરૂૂઆત થતાની સાથે જ ચાર રસ્તે ઠેર-ઠેર કેરીનો રસ અને બરફના ગોલાના હાટડાઓ ખુલી ગયા છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ હાટડાઓમાં ખુલ્લેઆમ તંત્રની મીઠી રહેમ નજર હેઠળ મોતનો સામાન વેચી રહ્યાં છે.અને નાના નાના ભૂલકાઓથી માંડી આબાલ વૃદ્વ સૌ કોઈ ખુલ્લેઆમ આ બરફના ગોલા અને કેરીનો રસ આરોગતા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાટડીમાં મોડી રાત્રે બરફના ગોલા અને કેરીનો રસ પીધા બાદ 30થી વધુ લોકોને અચાનક ઝાડા-ઉલ્ટી થતાં એમના પરિવારજનોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જેમાંથી 15થી17 જેટલા દર્દીઓને પાટડી સરકારી હોસ્પિટલમાં અને અન્ય કેટલાંક દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયા હતા.પાટડી સરકારી હોસ્પિટલમાં આ દર્દીઓને તાકીદે ઈન્જેકશન અને દવા આપી સારવાર કરવામાં આવી હતી.

Advertisement

પાટડી સરકારી હોસ્પિટલના ડો, શ્યામલાલ રામે જણાવ્યું હતું કે, રાત્રે 8 વાગ્યે શરૂ થયેલા દર્દીઓ વહેલી સવારે ત્રણ વાગ્યાં સુધી પાટડી સરકારી હોસ્પિટલમાં આવતા રહ્યાં હતા. કુલ 15થી 17 જેટલા ઝાડા-ઉલ્ટીના દર્દીઓ હતા.પાટડીમાં અસહ્ય ગરમી વચ્ચે ઠેર-ઠેર બરફના ગોલા અને કેરીના રસ ખાધા બાદ છ કલાકે એની અસર થતાં મોટા ભાગના દર્દીઓની હિસ્ટરી બરફના ગોલા અને કેરીનો રસ હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ દર્દીઓને દવા અને ઈન્જેકશન આપી સારવાર આપવામાં આવી હતી. જ્યારે પાટડીમાં હાલ સ્થિતિ કાબુમાં છે. પણ આ બાબતે પાટડી નગરપાલિકા દ્વારા આવી ખાણી પીણીની દુકાને નિયમિત મુલાકાત લઈ સઘન તપાસ કરતા રહેવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement