For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેન્સેકસ પછી સોનામાં ડાયમંડ જ્યુબિલી, 75,000ના નવા સ્તરે, ચાંદી 86,000ને પાર

11:34 AM Apr 12, 2024 IST | Bhumika
સેન્સેકસ પછી સોનામાં ડાયમંડ જ્યુબિલી  75 000ના નવા સ્તરે  ચાંદી 86 000ને પાર
  • આવો જ ભાવ વધારો ચાલુ રહે તો સોનું 90 હજારના લેવલે પહોંચશે

ભારતીય શેરબજારમાં સેન્સેકસે 75 હજારની સપાટી પાર કર્યા બાદ હવે સોનુ પણ તેનો પીછો કરી રહ્યું હોય તેમ 75 હજારને પાર થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીમાં ભાવ વધારો સતત ચાલી રહ્યો છે. આજે સોનાનો ભાવ પહેલી વખત રૂા. 75,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ રૂા. 86000 પ્રતિ કિલો ને પાર થયો છે.

Advertisement

અમરેલીમાં ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા જાહેર કરાયું હતું કે વ્યાજદરમાં ઘટાડો કરવાની કોઈ ઉતાવળ નથી, યુએસ ફુગાવામાં વધારો ફકત ચિંતાનો વિષય છે. જેના પગલે લોકોમાં સોના અને ચાંદીમા રોકાણ કરવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. આ ઉપરાંત વૈશ્ર્વીક પરિસ્થિતિમાં રશિયા-યુક્રેન યુધ્ધ અને ગાજા પટ્ટી પર સતત વધી રહેલા ટેન્શનના પગલે વિશ્ર્વભરમાંથી રોકાણકારો કિંમતી ધાતુ સોનુ અને ચાંદીમાં રોકાણ કરવા માટે પડાપડી કરી રહ્યાં છે ત્યારે લંડન માર્કેટમાં સોનુ ઐતિહાસીક 2389 ડોલર પ્રતિ ઔંસના સ્તરે અને સ્પોટ સિલ્વર 0.7 ટકા વધીને 28.66 પ્રતિ ઔંસ, પ્લેટિનમ 0.7 ટકા વધીને 986.80 અને પેલેડિયમ 0.6 ટકા વધીને 1,052.61 પર છે.

સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોરદાર રેકોર્ડ બનાવી રહ્યું છે. રોઇટર્સનો અહેવાલ દર્શાવે છે કે શુક્રવારના ટ્રેડિંગમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 0.6 ટકા વધીને 2,386.38 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. અગાઉ ટ્રેડિંગ દરમિયાન ભાવ 2,389.29 પ્રતિ ઔંસની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. બીજી તરફ, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.3 ટકા વધીને 2,403.90 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતા.

Advertisement

ગત સપ્તાહની શરૂૂઆતમાં સ્થાનિક બજારમાં સોનું પ્રથમ વખત રૂૂ.70 હજારને પાર કરી ગયું હતું. ત્યારપછીના સત્રોમાં તેની કિંમતો ઘણી વખત નવા ઉચ્ચ સ્તરે પહોંચી છે. સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ હોવાનું માનવામાં આવે છે. આ કારણે ઇજ્ઞરઅ-ખકએ આગાહી કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 3000 ડોલર પ્રતિ ઔંસ એટલે કે 88000 પ્રતિ દસ ગ્રામ સ્તરને વટાવી જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement