For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલ બીઓબી બેંકના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને પરેશાન કરાતા હોવાની રાવ

11:45 AM Nov 27, 2023 IST | Sejal barot
ધ્રોલ બીઓબી બેંકના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને પરેશાન કરાતા હોવાની રાવ

ધ્રોલમાં આવેલી બેંક ઓફ બરોડા દ્રારા તાલુકા અને ગ્રામ્યમાં ગ્રાહકો સાથે બેહુદુ વર્તન કરીને તેમને પરેશાન કરતા હોવાની વ્યાપક ફરીયાદો રોજબરોજ ઉઠવા પામી છે. આથી બેંક સ્ટાફના મનસ્વીવર્તનના કારણે હાલાકી ભોગવતા ગ્રાહકોમાં ભારોભાર રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.ધ્રોલ શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા બેંકોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્રારા બેંકમાં કામ કાજ અર્થે આવતા ગ્રાહકો સાથે તુમાખીભર્યું વર્તન કરીને તેમને પરેશાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરીયાદો છાસવારે ઉઠવા પામે છે. ધ્રોલ બીઓબી બેંકમાં નવા એટીએમ કાર્ડના પિન જનરેટ ન થતાં બેંકમાં ગયેલા યુવકને કડવો અનુભવ થયો હતો. બેંક દ્વારા વારંવાર ધકા ખવડાવ્યા છતાં પણ પિન જનરેટ ન થયો. આ બાબતે એક ગ્રાહકે જણાવ્યું હતું કે બીઓબીના એટીએમ કાર્ડની તારીખ એકસપાયર થયા બાદ નવું એટીએમ બ્રાંચ દ્વારા આપવામાં આવ્યું હતું. જે એટીએમ કાર્ડમાં પિન જનરેટ ન થતાં ધ્રોલ બીઓબી બ્રાન્ચમાં ગયો હતો. ત્યાંના બીઓબી બ્રાંચના કર્મચારી દ્વારા જણાવાયું કે તમે ઓનલાઈન પિન જનરેટ કરી લ્યો. ત્યારબાદ પણ એટીએમ પીન જનરેટ ન થતાં વારંવાર બેંક જવું પડ્યું હતું. બેંક ઓફ બરોડાના કર્મચારી દ્વારા આ એટીએમ પીન જનરેટ અંગે કોઈ વ્યવસ્થિત જવાબ ન આપી વારંવાર બેંકના ધક્કા ખવડાવ્યા હતા. બેંકના એટીએમ માં પીન જનરેટ ન થાય તો ઓનલાઇન પિન જનરેટ કરી લ્યો તેવો વારંવાર રટણ કરવામાં આવ્યું.અને અંતે બેંકના કર્મચારી દ્વારા પોતાની ભૂલને ઢાંકવા ગ્રાહકની એટીએમ બ્લોક કરી દીધું અને ગ્રાહકે ફરીવાર નવા એટીએમ માટે બેંકનો ચાર્જ ચૂકવવાનો વારો આવશે.બીઓબીના અણધાર્યા વહીવટનાં કારણે ગ્રાહકોને વારંવાર ગ્રાહકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ બેંક ઓફ બરોડામાં લોન વિભાગમાં કોઈ કર્મચારી ન હોવાથી વારંવાર લોનધારકોને બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. ધ્રોલ બ્રાન્ચ શાખા મેનેજર દ્વારા પણ આ બાબતે કોઈ જાતનો નિષ્કર્ષ કાઢવામાં આવતો નથી. કોઈપણ ગ્રાહકને એક ધક્કામાં કામ પતતું નથી. બેંક દ્વારા ઢગલાબંધ ઉડાઉ જવાબો આપી ગ્રાહકોને આખો દિવસ રઝળાવતા હોવાથી ગ્રાહકો ભારે રોષે ભરાયા છે.આથી ગ્રાહકોમાં બેંકની સેવાઓને લઇને ભારોભાર રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement