સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ધોરાજીનુું પાલિકા તંત્ર પ્રજાને સુખાકારી આપવામાં નિષ્ફળ

11:30 AM Jun 21, 2024 IST | admin
Advertisement

રોડ-રસ્તા, ગંદકી, પાણી, ગટર, સફાઇ સહિતના પ્રશ્ર્ને લોકોને હાલાકી: કાયમી અધિકારીની નિમણૂક કરવા માંગ

Advertisement

સ્વચ્છતા હી સેવા અભિયાનની ઘોષણા અને શરૂૂઆત કરવામાં આવી છે ત્યારે ધોરાજી શહેરની સ્થિતિ સ્વચ્છતા મામલે બિલકુલ વિપરીત છે સ્વચ્છ ભારત અભિયાન સમય પણ ધોરાજી શહેર અ સ્વચ્છ રહ્યું હતું અને આજે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પણ ગંદકી કચરો અને સફાઈ મામલે ધોરાજીની સ્થિતિ બિલકુલ સુધારા પર આવી નથી. સમગ્ર ધોરાજી શહેરના વોર્ડ નંબર 1 થી 9 માં રોડ રસ્તા ડહોળા પાણી ગંદકી કચરો ગટર સફાઈ અને સ્ટ્રીટ લાઈટો તમામ પ્રાથમિક આવશ્યક સેવાઓમાં ધોરાજીનું હાલનું વહીવટદારના શાસનનું પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ જવા પામ્યું છે પ્રજાને મળતી સુવિધાઓની વાત એક બાજુ રહી પરંતુ પ્રજાજનોનો જે અધિકાર છે જે પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓ ટેક્સ ભરતા નાગરિકોને મળવી જોઈએ તે આવશ્યક સેવાઓથી પણ નગરજનો વંચિત રહ્યા છે……?

ભૂગર્ભ ગટરનો વેરો, પાણી વેરો હોઈ કે સ્વચ્છતા કે અન્ય કરવેરાઓ ધોરાજીના નગરજનો વેરો ભરવા છતાં આવશ્યક સેવાઓ પણ મેળવી શકતા નથી. હાલ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તાર મુખ્ય બજાર શાકમાર્કેટ નદી બજાર ખ્વાજા સાહેબ ઉર્સના મેળા ગ્રાઉન્ડ આંબાવાડી વિસ્તાર કે શહેરના અન્ય વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જેમને તેમ પડેલા જોવા મળી રહ્યા છે.

છાસવારે વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણ થતું હોવાની સમસ્યાઓ બહાર આવતી હોય છે રોડ રસ્તા ની કફોડી સ્થિતિ સ્પષ્ટ નજરે પડે છે અને ભૂગર્ભ ગટરની દુર્ગંધ મારતી છલકાતી ગટરો સમગ્ર શહેરમાં ગંદકી ફેલાવી રહી છે ત્યારે હાલ નગરપાલિકામાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી…. છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાર હસ્તકનું શાસન છે પરંતુ ધોરાજી શહેરની આવી દુર્ગતિ મામલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો શા માટે મૌન સેવીને બેઠા છે…..?

બીજી તરફ ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી અનિયમિત મળે છે દરરોજ પાણી દેવાની વાત તો એક બાજુ રહી પણ પીવાના પાણી માટે પ્રજાને સાત કે આઠમા દિવસે પાણી મળી રહ્યું છે અને એ પણ ફિલ્ટર કર્યા વગરનું ડોળું પાણી. અને આ બધી પરિસ્થિતિઓ વચ્ચે પ્રજા લાચાર અને અધરતાલ બની બેઠી છે.
રોડ રસ્તા, ગંદકી, સફાઈ, રખડતા ઢોરની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા, પીવાનાં ડહોળા પાણીની સમસ્યા, આટલી બધી સાગમટે સમસ્યાઓ ભોગવી રહી છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સરકારી બાબુ હોય એ પણ આ શહેર વચ્ચે રહેતા હોય છે અથવા તો શહેરમાંથી નીકળતા હોય છે તો શું તે લોકોને આ દ્રશ્યો નજરે પડતા નથી શું લોકોની વેદના અને સમસ્યા તેઓને સંભળાતી કે દેખાતી નથી તે પ્રશ્ન ઉઠી રહ્યો છે……?
ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અને ડેપ્યુટી કલેકટર જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારની જ ગંદકી પુરાવો સાક્ષી બનીને જોવા મળી રહી છે

Tags :
dhorajigujaratgujarat newsunsuccessfull
Advertisement
Next Article
Advertisement