For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીના વેપારીએ ગૂગલ પર ફોન પેના કસ્ટમર કેરના નંબર મેળવવા જતા રૂા.1.10 લાખ ગુમાવ્યા

12:18 PM Jan 01, 2024 IST | Sejal barot
ધોરાજીના વેપારીએ ગૂગલ પર ફોન પેના કસ્ટમર કેરના નંબર મેળવવા જતા રૂા 1 10 લાખ ગુમાવ્યા

ફોન-પે કસ્ટમર કેર માંથી બોલુ છુ કહીં ધોરાજીના ફર્નિચરના વેપારીના ત્રણ એકાઉન્ટમાંથી કુલ રૂૂ.1.10 લાખ સાયબર માફિયાએ ઉપાડી લઈ છેતરપીંડી આચરતાં ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વધુ વિગતો મુજબ,ધોરાજીના નવા બસસ્ટેન્ડ વિસ્તારમાં રહેતાં કલ્પેશભાઇ ઘેલાભાઈ ઘાડીયા (ઉ.વ.46) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જેતપુર રોડ પર અતુલ ઓઇલ કેકની સામે શ્રીકૃષ્ણ સ્ટીલ ફર્નિચર નામની દુકાન ધરાવે છે.ગઈ તા.15/12ના તેમના મોબાઈલમાં ફોન-પે એપ્લિકેશન બંધ થઇ ગઈ હોય જેથી તા.16/12 ના રોજ તેઓએ ગુગલમાંથી ફોન-પે કસ્ટમર કેર નંબર સર્ચ કરેલ બાદમાં કસ્ટમર કેરને ફોન કરી અને જણાવેલ કે,મારી ફોન-પે એપ્લિકેશન બંધ થઇ ગઈ છે.જેથી સામેથી સુચના આપવામાં આવેલ કે,તમે મોબાઇલ ફોનમાં આવેલ પ્લેસ્ટોરમાં જઈ પેટીએમ ડાઉનલોડ કરો હિન્દી ભાષામાં જણાવતા તેઓએ મોબાઈલ ફોનમાં પેટીએમ ડાઉનલોડ કર્યા બાદ વીડીયો કોલ રીસીવ કરવા તેમજ અલગ અલગ સૂચનાઓ આપી પિન નંબર મેળવી કુલ રૂૂ.1,10,546 ઉપડી ગયા હતાં.આ મામલે છેતરપીંડી થયાનો અહેસાસ થતા તેઓએ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement