For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રાના ચુલી ગામે ધીંગાણું, 20 શખ્સો ઘવાયા

06:07 PM Jan 23, 2024 IST | Bhumika
ધ્રાંગધ્રાના ચુલી ગામે ધીંગાણું  20 શખ્સો ઘવાયા

વૃક્ષો કાપવા બાબતે ભરવાડ અને ઠાકોર સમાજના ટોળાં સામસામે આવી જતા ઘેરી તંગદિલી

Advertisement

સુરેન્દ્રનગરના ઘ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચુલી ગામે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકતા થઈ જૂથ અથડામણ થવા પામી હતી. પાઇપ, ધોકાથી હુમલો થતા 20 લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં ખસેડાયા છે. જુથ અથડામણની સમાચાર મળતા જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તેમજ ઉઢજઙ, કઈઇ, જઘૠ સહિત ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ચુલી ગામ ખાતે હાલમાં ભરવાડ અને ઠાકોર સમાજ વચ્ચે લોહિયાળ ધીંગાણું ફેલાવવા પામ્યું છે ત્યારે હાલમાં ઠાકોર સમાજ અને ભરવાડ સમાજના 20 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.

જ્યારે જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં 15 જેટલા વ્યક્તિઓને સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે ત્યારે ધાંગધ્રા ખાતે 108 દોડાવવામાં આવી હતી અને 108 ની લાઈનો લગાવવામાં આવી હતી અને તાત્કાલિક અસરે ધાંગધ્રા ખાતે સાર્વજનિક હોસ્પિટલે સારવાર આપી અને તાત્કાલિક અસર એ 15 જેટલા વ્યક્તિઓને સુરેન્દ્રનગર અને સાત જેટલા વ્યક્તિઓને ગંભીરિજા પહોંચવાના કારણે અમદાવાદ ખસેડવાની ફરજ પડી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

Advertisement

ભરવાડ સમાજ દ્વારા વૃક્ષો કાપવા બાબતે બોલાચાલી થઈ હોવાનું અને ઠાકોર સમાજ અને ભરવાડ સમાજ સામ સામે આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યાર ધાંગધ્રા ડીવાયએસપી સહિત ની ટીમો પણ ધાંગધ્રા તાલુકાના ચુલી ગામે પહોંચી ગયેલ છે

હાલમાં વધુ આગળ કોઈ ઝઘડો કે ગામમાં વધુ મારામારી ન થાય તે માટે પોલીસની ટીમો મૂકી દેવામાં આવી છે અને હાલમાં બંને પક્ષના તમામ વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી અને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ત્યારબાદ બંને પક્ષોનું જાણી અને સાચું કારણ શું છે ઝઘડાનું તે બહાર આવ

Advertisement
Tags :
Advertisement
Advertisement