For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીવનમાં સમસ્યાઓના નિરાકરણ માટે કરો પ્રદોષ વ્રત : જાણો વાર પ્રમાણે પ્રદોષ વ્રત

04:19 PM Dec 25, 2023 IST | Sejal barot
જીવનમાં સમસ્યાઓના નિરાકરણ માટે કરો પ્રદોષ વ્રત   જાણો વાર પ્રમાણે પ્રદોષ વ્રત

પ્રદોષ વ્રતનું મહત્વ ઘણું છે જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તેના નિવારણ માટે એક વર્ષ સુધી પ્રદોષ વ્રત રહેવું જોઈએ ગુજરાતી મહિના પ્રમાણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ મા જ્યારે સાંજના સમયે તેરસ તિથિ હોય આ દિવસને પ્રદોષ નો દિવસ કહેવામાં આવે છે આની વિગત પંચાંગ મા હોય છે આ વ્રત મા આખો દિવસ ઉપવાસ રહેવો અને સાંજના સમયે ખાસ કરીને મહાદેવજી ની પૂજા કરવી ઓમ નમ: શિવાય અથવા મૃત્યુંજય મંત્રના જાપ કરવા આ વ્રત ભાઈઓ તથા બહેનો બંને રહી શકે છે
દરેક વાર પ્રમાણે આવતા પ્રદોષ વ્રતનું શું મહત્વ છે
રવિવારે આવતુ પ્રદોષનું વ્રત કરવાથી આત્મબળ વધે છે સરકારી નોકરી મેળવવા માટે તથા નોકરીમાં પ્રમોશન માટે રવિ પ્રદોષ કરવું જોઈએ રવિવારે આવતા પ્રદોષ ને ભાનુપ્રદોષ કહેવામાં આવે છે
સોમવારના દિવસે આવતા પ્રદોષ વ્રત કરવાથી આરોગ્ય સારું રહે છે. બીમારી દૂર થાય છે માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે ચંદ્રબળ વધે છે સોમવારે આવતા પ્રદોષને સોમ પ્રદોષ કહેવામાં આવે છે
મંગળવારે પ્રદોષ વ્રત . આ દિવસે વ્રત કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. તેમજ આર્થિક સંકટોથી છુટકારો મળે છે. તે ઉપરાંત તેઓને પોતાનું રહેવાનું મકાન ન હોય ભાડે રહેતા હોય તો મકાનની પ્રાપ્તિ થાય છે જમીન મકાન માટે ભોમ પ્રદોષ નુ વ્રત રહેવું જોઈએ
બુધવારના દિવસે આવતુ પ્રદોષ વ્રત કરવાથી બુદ્ધિ શક્તિમાં વધારો થાય છે વિચાર શક્તિ માં વધારો થાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે
ગુરુવારના દિવસે પ્રદોષ વ્રત આવે તો તેને કરવાથી જે લોકોને કૌટુંબિક પ્રોબ્લેમ હોય દાંપત્યજીવનમાં પ્રોબ્લેમ હોય તો આ દિવસે પ્રદોષ નુ વ્રત રહેવું જોઈએ સંતાન સાથે બનતું હોય તો પણ ગુરુવારે પ્રદોષ આવતો હોય તે દિવસે વ્રત રહેવું જોઈએ
શુક્રવારના દિવસે આવતા પ્રદોષ વ્રત રહેવાથી જે લોકોના વિવાહ ન થતા હોય તો શુક્રવારે પ્રદોષ નુ વ્રત રહેવું જોઈએ સંતાન પ્રાપ્તિ માટે પણ આ દિવસે વ્રત રહેવું જોઈએ
શનિવારે આવતા પ્રદોષ ને મંદ પ્રદોષ કહેવા મા આવે છે આ દિવસે પ્રદોષ નુ વ્રત રહેવાથી જન્મ કુંડળીમાં શની પીડા શાંત થાય છે પનોતીની પીડા પણ શાંત થાય છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement