For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં પ્રચાર શરૂ કરતા ધાનાણી

11:42 AM May 03, 2024 IST | Bhumika
મોરબી જિલ્લામાં પ્રચાર શરૂ કરતા ધાનાણી
Advertisement

લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ આડે છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ મોરબી જિલ્લામાં પ્રચાર અભિયાન શરૂૂ કર્યું હતું.

તારીખ 2 મેના રોજ પરેશભાઈ ધાનાણીએ મોરબીના શક્ત શનાળા સ્થિત શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂૂઆત કરી છે. પરેશભાઈ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ શક્તિ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા.

Advertisement

શક્તિ માતાજીના મંદિરેથી પ્રચારની શરૂૂઆત કરી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ અને સંસ્કારે હંમેશા શક્તિના સ્વરૂૂપને વંદન કર્યા છે.જ્યારે જ્યારે શક્તિના સ્વરૂૂપ પર લાંછલ લગાવવાનો પ્રયાસ થયો છે ત્યારે આ દેશની નારી શક્તિ રણચંડી બની આવી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો છે. આ વખતે પણ સત્તાના ટૂંકા સ્વાર્થ માટે કોઈ લોકો દીકરીઓના દામનને દાગ લગાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મા શક્તિ અમને દીકરીઓના દામનના દાગ ભુંસવાની શક્તિ આપશે. દેશની દીકરીઓને નાત-જાતમાં વહેંચનારાઓને લોકો જડબાતોડ જવાબ આપશે.

કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી શક્ત શનાળા બાદ રાજપર, ચાચાપર, ખાનપર, થોરાળા, પંચાસર, શિવનગર, અમરાપર, મોટી વાવડી, માણેકવાડા, બગથળા, નાની વાવડી, પીપડીયા, લુટાવદર, ખેવારીયા, નારણકા, માનસર અને વનાળીયા ગામનો પ્રવાસ કર્યો હતો

Advertisement
Tags :
Advertisement
Advertisement