For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહંત સ્વામી મહારાજના પ્રાત:પૂજા દર્શનથી ભક્તો ભાવવિભોર

03:34 PM Jun 27, 2024 IST | admin
મહંત સ્વામી મહારાજના પ્રાત પૂજા દર્શનથી ભક્તો ભાવવિભોર
Advertisement

નાના બાળકોએ સત્સંગ દીક્ષાના શ્ર્લોકો, સાખીઓ, સ્વામીની વાતો, પ્રસંગોના મુખપાઠ રજૂ કર્યા

કાલાવડ રોડ પર આવેલપ્રમુખસ્વામીસભાગૃહમાં મંગલ પ્રભાતે 6 થી 8 દરમિયાન મહંતસ્વામીમહારાજનાપ્રાત:પૂજા દર્શન માટે હરિભક્તોની ભીડ ઉમટી પડે છે. વહેલી સવારે બ્રહ્મસ્વરૂૂપ પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્રના ગ્રંથોનું આલેખન કરનાર અને પ્રગટ બ્રહ્મ સ્વરૂૂપ મહંતસ્વામીના જીવનને સૌ કોઈ પ્રત્યેક્ષરૂૂપે નીહાળી શકે, તે માટે એમનું જીવનચરિત્ર લખી રહેલસાધુતાએ યુક્ત સંત આદર્શજીવન સ્વામી પ્રગટ ચરિત્રામૃત વિષયકપ્રાત:કથામૃતનો લાભ આપી રહ્યા છે.

Advertisement

મહંતસ્વામી મહારાજના પ્રાત:પૂજામાંસંગીતજ્ઞ હરિભક્તો કીર્તનગાન દ્વારા તેઓની કળાને પાવન કરી હતી અને નિર્દોષતાથી છલકતા એવા નાના બાળકોએ સત્સંગ દીક્ષાનાશ્ર્લોકો, સાખીઓ, સ્વામીની વાતો, પ્રસંગોના મુખપાઠનીરજૂઆત કરી હતી.

મહંતસ્વામીમહારાજની સાથે સેવામાં રહેતા સેવક સંતો દ્વારા સ્વામીનાગુણોને વ્યક્ત કરતા પ્રસંગો રજૂ થયા હતા. જેમાં પૂજ્ય સેવક સંતોએજણાવ્યું હતું કે, ‘સ્વામીશ્રી દરેક ક્રિયામાં હંમેશા ભગવાનને યાદ કરે છે, મૂર્તિમાં જાણે સાક્ષાત ભગવાન છે એવા જ ભાવ સાથે ભક્તિ કરે છે. સ્વામી પર રોજના150 જેટલા પત્રો ભક્તો પોતાના પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરવા માટે મોકલે છે. અને 91 વર્ષની વયે પણ આ ભક્તોના પ્રશ્નોના સમાધાનસ્વામી કરી આપે છે.’સેવક સંતોએકહેલગુરુભક્તિના પ્રસંગો ઉપસ્થિત તમામ ભક્તોને એક સાચા શિષ્ય બનવાની પ્રેરણા આપી રહ્યા હતા.આજના દિને પોતાના ગુરુજીના વિશિષ્ટ પ્રસંગો સાંભળીને ભક્તોએધન્યતાનો અનુભવ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement