For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂા.10 હજારનું 23 વર્ષ વ્યાજ ભર્યુ છતાં વ્યાજખોરોનો ત્રાસ વધતાં વેપારીનો આપઘાત

04:43 PM May 02, 2024 IST | Bhumika
રૂા 10 હજારનું 23 વર્ષ વ્યાજ ભર્યુ છતાં વ્યાજખોરોનો ત્રાસ વધતાં વેપારીનો આપઘાત
Advertisement

વ્યાજખોરને ડામવા માટે સરકારે ભલે કડક નિયમો બનાવ્યા હોય પરંતુ આજે પણ વ્યાજખોરોના ત્રાસથી છૂટવા માટે લોકો આત્મહત્યા કરી રહ્યા છે અને એવા જ એક વેપારીએ 3 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે. જે અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી બે વ્યાજખોરોની ધરપકડ કરી છે. જોકે એક વ્યાજખોર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જેથી પોલીસે આ ગુનામાં સ્યુસાઈડ નોટ કબ્જે કરી તમામ આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરુ કરી છે.

ઓઢવ પોલીસની કસ્ટડીમાં આવેલ બે વ્યાજખોરોના નામ જીત્ન્દ્ર ભંવરસિંહ રાજપૂત અને અજીતસિંહ ઝાલા છે. આ બન્ને વ્યાજખોરોએ 7થી 10 ટકાના વ્યાજે વેપારીને રુપિયા આપ્યા હતા. જે મુડી કરતા વધુ વ્યાજ વસુલ કર્યુ હોવા છતાં વ્યાજનું પણ વ્યાજ ગણી રુપિયા માંગ્યા હતા. જે વ્યાજના ખપ્પરમાં ફસાઈ ગયેલા વેપારીએ વ્યાજમાંથી છુટવા માટે આત્મહત્યા કરી છે. વેપારી ગજેન્દ્રસિંહ જાડેજાએ સ્યુસાઈડ નોટ લખી તેમની ઓફિસમાં ગળાની અને હાથની નસ કાપી આત્મહત્યા કરી હતી. જે સ્યુસાઈડ નોટના આધારે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ હેઠળ ગુનો નોંધી બે વ્યાજખોરોની ધરપકડ કરી છે.

Advertisement

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આત્મહત્યા કરનાર વેપારીએ વર્ષ 2001માં 10 હજાર રુપિયા 10 ટકાના વ્યાજે ભવંરસિંહ રાજપુત પાસેથી લીધા હતા. તેનું 23 વર્ષ સુધી વ્યાજ ભર્યું છે. જમીન વેચીને પણ 80 હજાર રુપિયા ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરોએ વધુ 5 લાખની માંગ કરી 2 લાખમાં સમાધાન કર્યુ હતું. તે 2 લાખ ચુકવવા માટે બીજા વ્યાજખોર અજીતસિંહ ઝાલા પાસેથી 7 ટકાના વ્યાજે રુપિયા લીધા હતા. તેનું પણ વ્યાજ ચુકવ્યા હોવા છતાં વેપારી પાસે મકાન લખાવી લેવાની ધમકી આપતા વેપારીએ આત્મહત્યા કરી છે.

વેપારીની આત્મહત્યા અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે વેપારીની આર્થિક સંકળામણનું મુખ્ય કારણ વ્યાજખોર ભવરસિંહ રાજપુત અને તેનો પુત્ર જીતેન્દ્ર રાજપુત છે. જે છેલ્લા 23 વર્ષથી વ્યાજ પડાવી રહ્યા છે. જે વ્યાજના ખપ્પરથી છુટવા માટે અન્ય વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. જોકે ભવરસિંહની તપાસ કરતા તે સારવાર માટે હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અન્ય બે વ્યાજખોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ઘરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement