For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી ફંડિંગ સામે ભાજપ સાંસદોની ફરિયાદ છતાં આંખ આડા કાન

05:41 PM Jun 03, 2024 IST | Bhumika
ચૂંટણી ફંડિંગ સામે ભાજપ સાંસદોની ફરિયાદ છતાં આંખ આડા કાન
Advertisement

મહારાષ્ટ્રના ત્રણ સાંસદોએ ફ્યુચર ગેમિંગ સામે મની લોન્ડ્રિંગ, કરચોરીના આરોપ મુક્તા પત્રો નાણા પ્રધાનને લખ્યા છતાં કોઈ પગલાં ન લેવાયા

ચૂંટણી બોન્ડ સંદર્ભે સૌથી મોટા ડોનર અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્રણ સાંસદ સભ્યએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનને આ અંગે પત્ર લખ્યો હોવા છતાં સરકારે તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ઈલેક્ટોરેલ બોન્ડમાં સૌથી મોટી ખરીદદાર ફ્યુચર ગેમીંગ દ્વારા મોટાપાયે મનીલોન્ડ્રીંગ અને ટેક્સ ચોરી કરવામા આવતી હોવાની સરકારને જાણ મહારાષ્ટ્રના ત્રણ સાંસદ સભ્યોએ કરી હતી.

Advertisement

આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે ફ્યુચર ગેમીંગ દ્વારા વર્ષ 2019થી 2024 સુધીમાં કુલ 1300 કરોડ રૂપિયાથી વધારે રકમના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતાં. છેલ્લે 20 ડિસેમ્બર 2023ના રોજ ભાજપના અહમદ નગરના સાંસદ સંજય પાટીલ દ્વારા આ અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખાયો હતો. આ પહેલા જલગાવના ભાજપના જ સાંસદ ઉન્મેશ પાટીલ દ્વારા આવો પત્ર લખવામાં આવ્યો હતો. મે 2023માં મૃત્યુ પામનાર ચંદ્રપુરના સાંસદ સુરેશ નારાયણ ઢાનોરકર દ્વારા પણ અગાઉ આ અંગે પત્ર લખાયો હતો.
આ પત્રોમાં ત્રણ સાંસદ સભ્યો દ્વારા પૂર્વીય રાજ્યોમાં ચાલતી લોટરી સિસ્ટમ કે જેનું ડિસ્ટીબ્યુશન ફ્યુચર ગેમીંગ દ્વારા કરવામા આવતું હતું તેમાં ગેરરીતી અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. મુખ્યત્વે નાગાલેન્ડ અને બીજા પૂર્વત્તર રાજ્યોની લોટરી ટીકીટનું વેચાણ મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, પંજાબ અને મિઝોરમ સહિતના રાજ્યોમાં ફ્યુચર ગેમીંગ દ્વારા કરવામા આવે છે. સંજય પાટીલે લખેલા પત્રમાં જણાવ્યુ ંહતું કે, નાગાલેન્ડ રાજ્યમાં સરકારને લોટરીને લીધે વાર્ષિક 30 કરોડ રૂપિયાની જ આવક થાય છે જ્યારે તેના ડિસ્ટીબ્યુટર દ્વારા લોટરી વેચીને દરરોજ 70 કરોડથી વધારે રૂપિયાનું ટર્નઓવર કરવામા આવે છે.

જલગાવના સાંસદ ઉન્મેશ પાટીલે નિર્મલા સીતારામન અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખ્યા હતાં. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કંપનીઓ દ્વારા જે રાજ્યમાં ટીકીટ વેચવાની હોય તે રાજ્યના નામનો પણ ઉલ્લેખ કરાતો નથી અને ગેરકાયદેસર રીતે ટીકીટ વેચીને જીએસટી પણ ચોરી કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઉપરાંત નાગાલેન્ડ રાજ્ય સરકાર દ્વારા આ ડિસ્ટીબ્યુટરોને વધારાપડતી છૂટછાટ અપાયાના પણ આક્ષેપ કરાયા હતાં. વર્ષ 2015થી ફ્યુચર ગેમીંગ પર અલગ અલગ કેન્દ્રીય એજન્સીની તપાસ ચાલુ હતી ફ્યુચર ગેમીંગ દ્વારા 12 એપ્રિલ 2019થી 24 જાન્યુઆરી 2024 સુધીમાં 1368 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતાં. જેમાં ફી 542 કરોડ તૃણમૃલ કોંગ્રેસને, 503 કરોડ ડીએમકેને, 154 કરોડ વાય એસ આરને અને 100 કરોડ બીજેપીને મળ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement