For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબા અંતે સસ્પેન્ડ

04:24 PM Jun 11, 2024 IST | Bhumika
ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબા અંતે સસ્પેન્ડ
Advertisement

અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયા બાદ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગે એસીબીનો ગુનો નોંધાયા બાદ તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ મામલે મહાનગરપાલિકાના કમિશ્નરે બી.જે.ઠેબાને સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધીમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર સહિત 10 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં સરકારે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા બાદ આ ઘટનામાં જવાબદારો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોય મહાનગરપાલિકાએ અગાઉ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, એ.ટી.પી.મુકેશ મકવાણા, એ.ટી.પી.ગૌતમ જોષી, મહાનગરપાલિકાના સહાયક ઈજનેર જયદીપ ચૌધરી, ફાયર બ્રિગેડના રોહિત વિગોરા સાથે માર્ગ અને મકાન વિભાગનાં મદદનીશ ઈજનેર પરેશ કોઠીયા સાથે નાયબ કાર્યપાલ ઈજનેર એમ.આર.સુમા તેમજ પોલીસ વિભાગનાં પીઆઈ વી.આર.પટેલ અને પીઆઈ એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કર્યા હતાં.

અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા હોય આ મામલામાં ગેમઝોનના સંચાલકોની ધરપકડ કરવામાં આવી હોય જેની સાથે સાંઠગાંઠ ધરાવતાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોય મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર ડી.જે.ઠેબાની પુછપરછ અને તેના ઘરે કરેલી તપાસના આધારે એસીબીએ તેના વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો અને તેના રિમાન્ડ મેળવી પુછપરછ કરવામાં આવી હતી. તેમજ આ બાબતે મહાનગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવ્યો હોય જેને પગલે મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ડેપ્યુટી ફાયર ઓફિસર ડી.જે.ઠેબાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસીબીની તપાસ પૂર્ણ થતાં હાલ ડી.જે.ઠેબાને જેહવાલે ધકેલાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement