For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં લુખ્ખાગીરીનું વરવું પ્રદર્શન, કોલેજમાં યુવતીના વાળ પકડી જાહેરમાં માર માર્યો

12:21 PM Apr 25, 2024 IST | Bhumika
અમરેલીમાં લુખ્ખાગીરીનું વરવું પ્રદર્શન  કોલેજમાં યુવતીના વાળ પકડી જાહેરમાં માર માર્યો

અમરેલીની કોલેજમા ચાલુ પરીક્ષાએ અવાજ કરનાર છાત્ર સામે જોનારી છાત્રાને આ માથાભારે શખ્સે વાળ પકડી ઢસડી પછાડી દઇ છેડતી કર્યાનો સમગ્ર મામલો સીસીટીવીમા કેદ થયો છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગવી સરભરા કરી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ,અમરેલીની કે.કે.પારેખ કોમર્સ કોલેજમા ભણતી છાત્રા પર અમરેલીના માળીલા ગામના મહાવીર સુરગ વાળા નામના શખ્સે હુમલો કર્યો હતો.તે ચાલુ કલાસરૂૂમમા અવાજ કરતો હોય છાત્રાએ તેની સામુ જોયુ હતુ.અન્ય કોઇ સ્થળે બહાદુરી બતાવવા કરતા અહી પોતાની બહાદુરી બતાવવાનો તેને મોકો દેખાતા તેણે છાત્રાને નજર નીચી રાખવાની સુચના આપી હતી.બાદમા તેણે રસ્તામા છાત્રાને આંતરી તને ઘરે જવા જેવી નહી રહેવા દઉં તેવી ધમકી આપી હતી.

આ મુદે પ્રિન્સીપાલ સુધી રજુઆત પહોંચતા પ્રિન્સીપાલે મહાવીરને ચેમ્બરમા બોલાવી ઠપકો આપ્યો હતો.જેથી આ શખ્સે હવે માથાકુટ નહી કરૂૂ તેમ કહી ચેમ્બર બહાર નીકળ્યો હતો અને સીધો જ છાત્રા તથા તેની બહેનપણી પર હુમલો કરી વાળ પકડી પછાડી દઇ બંનેની છેડતી કરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઇ હતી.છાત્રાએ આ બારામા પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મહાવીર સુરગ વાળાની ધરપકડ કરી હતી. અને આગવીઢબે સરભરા કરી તેની શાન ઠેકાણે લાવી દીધી હતી.પ્રિન્સીપાલ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સામુ જોવાના મુદે માથાકુટ થઇ હોય મે તેને બોલાવીને સમજાવ્યો હતો. અને તેણે માથાકુટ નહી કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ બીજી જ મિનીટે બહાર જઇ મારામારી-છેડતી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement