For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલની ગોંડલી નદીના તટમાં બ્રિજના બાંધકામને અડચણરૂપ દબાણોનું ડિમોલિશન

11:56 AM Jun 27, 2024 IST | Bhumika
ગોંડલની ગોંડલી નદીના તટમાં બ્રિજના બાંધકામને અડચણરૂપ દબાણોનું ડિમોલિશન
Advertisement

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર નિતિન વસાણીની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. અધિકારી સામે રોફ જમાવતા રાજકીય આગેવાનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.રાજકીય આગેવાનોના દબાણ કે કહેવાથી ખોટુ કાર્ય કરવા માટે અધિકારીઓને પણ હવે ક્યા રાજકારણી કે આગેવાનોની ભલામણ હતી એ રેકર્ડ રાખવુ પણ જરૂૂરી બન્યું છે. કારણ કે ક્યારે કોનું આવી બને એ નક્કી નહી,બાર બાર વર્ષે પણ બાવો બોલે એ કહેવત મુજબ રાજકોટના અગ્નિકાંડની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

ગોંડલમાં પણ ઘણા કૌભાંડો થયા છે.તો અમૂક કૌભાંડમાં યોગ્ય તપાસો પણ થતી નથી.પછી ભલે મગફળી અગ્નિકાંડ હોય કે નગર પાલિકાને આર્થિક નુકસાન કરવામાં જવાબદારી નક્કી થઈ હોય,શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સહિતના અનેક કિસ્સાઓ જગ જાહેર છે પરંતું ભ્રષ્ટાચાર અને રાજકીય ઓથની સામે પગલા ભરે કોણ તેવા સવાલો પણ અહી ઉઠવા પામ્યા છે.

Advertisement

ગોંડલમાં ગોંડલી નદી પર મંજુર થયેલ ફોરલેન બ્રિજની કામગીરીમાં અડચણરૂૂપ મિલ્ક્તોની દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.નગરપાલિકા દ્વારા નદી કાંઠાના 43 મકાન માલિકોને 10 દિવસની નોટીસ આપી હતી.નોટીસનો સમયગાળો પૂર્ણ થતા ગોંડલ નગરપાલિકાએ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી.મામલતદાર,નગરપાલિકા ચીફ ઓફિસર,પોલીસ,પીજીવીસીએલ સહિતના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ડીમોલેશન કરીને આશરે બે હજાર મીટર જમીન ખુલ્લી કરી હતી.આ સાથે જ અંદાજે રૂૂપિયા 5 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનો તંત્ર દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે.

દબાણ દૂર કરતા પહેલા નગર પાલિકાએ ગોંડલી નદીમાં ગેરકાયદેસર મકાનો બાંધીને રહેતા 42 જેટલા દબાણકર્તાઓને પાઠવવામાં આવેલ નોટીસમાં લખ્યું હતું કે ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ-185 અન્વયે આ નોટીસ દ્વારા તાકીદ આપવામાં આવે છે કે તમોએ ગોંડલ શહેરમાં ભગવતપરા વિસ્તારમાં સરદાર બ્રિજની દક્ષિણ તરફે કંટોલીયા રોડની પશ્ર્ચિમ તરફે નદી કાંઠે ગેરકાયદેસર રીતે દબાણ કરીને કાચા,પાકા બાંધકામ કરીને તેમનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરી રહ્યા છો.નામદાર ગુજરાત હાઈકોર્ટ પી.આઈ.એલ.નં.53/2023 અન્વયે હૈયાત જૂના બ્રિજના બદલે ભોજરાજપરા શેરી નંબર-16થી કંટોલીયા ચોક સુધી નદી ઉપર નવો બ્રિજ બનાવવાનો થાય છે.આ નદી કાંઠાની જગ્યા ઉપર તમોએ ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ કરેલ હોય આવુ ગેરકાયદેસર બાંધકામ આ નોટીસ મળ્યે દિવસ 10 માં સ્વેચ્છાએ દુર કરવા નોંધ લેશો.અન્યથા મુદત પુરી થયે કાયદાઅનુસાર તમારી સામે કાર્યવાહી કરી દબાણ દુર કરવામાં આવશે જેની ખર્ચ અને પરિણામ સહિતની જવાબદારી તમારી અંગત રહેશે જેમની સ્પષ્ટ પણે નોંધ લેવાનું જણાવેલ હતું.

નગરપાલિકા દ્વારા દબાણતો દુર કરવામાં આવ્યા પરંતુ દર ચોમાસે માથાનાં દુ:ખાવા સમાન દબાણ યથાવત રાખવામાં આવ્યાં ત્યારે આ દબાણ સામે કોની લાજ કાઢવામાં આવી પુર હોનારત વેળાએ તંત્રને માથાનો દુખાવો તો થાય જ સાથે સાથે ગેરકાયદેસર બાંધકામ કરી વસવાટ કરતા પરિવારને નુકસાન થાય ત્યારે સરકારને પણ કેશ ડોલ ચુકવવાની ફરજ પડતી હોય છે તેમછતાં તંત્ર દ્વારા આવા દબાણ દુર કરવામાં વામણા પુરવાર થાય છે અથવા તો લાજ કાઢતાં હોય રાજકોટ માં બનેલ ગેમ ઝોન કાંડ માંથી ધડો લઈને નદીનો તટ વિસ્તાર કોઈની શેહશરમ રાખ્યા વગર દબાણ હટાવી અન્ય જગ્યાએ ખસેડવા પણ જરૂૂરી બન્યા છે.

ગોંડલમાં 75 લાખના ખર્ચે નદી કાંઠે બનેલી દીવાલ ધરાશાયી

ગોંડલ માં ગત બપોર નાં ધોધમાર વરસાદ વરસતા ભગવતપરા મેઈન રોડ નદીકાંઠે આવેલી દીવાલ ઘરીશય બની હતી.નગરપાલિકા દ્વારા રુ.75 લાખ નાં ખર્ચે દીવાલ બનાવાઇ હતી.આ સમયે એક પાલીકા સદસ્ય દ્વારા દીવાલ નાં બાંધકામ માં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ કરાયો હતો.એક થી દોઢ કીમી.ની દીવાલ જમીનદોસ્ત થતા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા સહીત પદાધિકારીઓ દોડી ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement