For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાધના કોલોનીમાં જર્જરીત બે બિલ્ડિંગના 24 ફ્લેટના ડિમોલિશન

11:56 AM Jun 10, 2024 IST | Bhumika
સાધના કોલોનીમાં જર્જરીત બે બિલ્ડિંગના 24 ફ્લેટના ડિમોલિશન
Advertisement

સ્થાનિકોએ બે હાથ જોડી વિરોધ દર્શાવ્યો: વૈકલ્પિક રહેવા માટે માગણી: તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ ડિમોેલિશન ચાલુ

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના એમ 63 અને એમ 64 નંબરના બે બિલ્ડીંગ કે જે અતિ જર્જરી હાલતમાં છે, જેમાં આવેલા 24 ફ્લેટ કે જેના તમામ ફ્લેટ ધારકોને જગ્યા ખાલી કરાવડાવી દેવાઇ છે, અને તે બંને બિલ્ડીંગ ને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમયે સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો છે, અને વૈકલ્પિક વ્યવસ્થા ની માંગણી કરાઈ છે. પરંતુ તંત્ર એ ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશન કાર્ય ચાલુ રાખ્યું છે.

Advertisement

જામનગરની જૂની સાધના કોલોની વિસ્તારમાં એક વર્ષ પહેલાં જર્જરીત બની ગયેલું હાઉસિંગ બોર્ડનું એક બિલ્ડીંગ જમીન દોસ્ત થતાં તેમાં દબાઈ જવાથી ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.

દરમિયાન તંત્ર દ્વારા આ વિસ્તારમાં આવેલા અન્ય કેટલાક બિલ્ડીંગમાં રહેતા નાગરિકોને તાત્કાલિક અસરથી નોટિસ આપીને જગ્યા ખાલી કરાવાઈ હતી. આ વિસ્તારમાં આવેલા એમ- 63 અને એમ- 64 નંબરના અતિ જર્જરિત બનેલા બંને બિલ્ડીંગના 24 ફલેટ ને આજે તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી, હાઉસિંગ બોર્ડની ટીમ દ્વારા ડિમોલેશન શરૂૂ કરાયું હતું. ત્યારે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

સ્થાનિકો દ્વારા આ કાર્યવાહી સામે વિરોધ દર્શાવાયો છે, અને બંને હાથ જોડીને વૈકલ્પિક જગ્યા આપવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆતો સાંભળ્યા વિના અતિ જોખમી બંને બિલ્ડીંગો તોડી પાડવાનું શરૂૂ કરી દેવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement