For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના વિજાપુરમાં સરપંચના પત્ની દ્વારા ઇચ્છા મૃત્યુની માગણી

01:02 PM Jun 12, 2024 IST | admin
જૂનાગઢના વિજાપુરમાં સરપંચના પત્ની દ્વારા ઇચ્છા મૃત્યુની માગણી

યુવકે લૂંટની કરેલી ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસ કરવા આવેદન

Advertisement

જુનાગઢ જિલ્લાના વિજાપુરના સરપંચ પરેશ મોરવાડિયા સામે જુનાગઢ દાતાર રોડ પર શ્યામ ચેમ્બરમાં આવેલ ગાયત્રી કલર નામની દુકાન ચલાવતા વરુણ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે 5રેશ મોરવાડિયાના પત્ની સેજલબેન મોરવાડિયાએ જિલ્લા પોલીસ અધિકારીને પત્ર લખીને પોતાના પતિ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ થઈ છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સરપંચ પદેથી દૂર કરવા ષડયંત્ર કરતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદી વરુણ ચાવડાએ જુનાગઢ એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં તા.25/05/2024 ના રૂ.2000ની લૂટ, તેમજ શાભ કલમ 452, 394, 325, 324, 323, 294 (બ),506(2) 114 મુજબની ફરિયાદ દાખલ કરી હતી.ત્યારે આજે વિજાપુર ગામના સરપંચના પત્નીએ લૂંટની ખોટી ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવા જુનાગઢ એસપીને રજૂઆત કરી હતી. તેમજ આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા માંગ કરી હતી.

વિજાપુર ગામના સરપંચ પરેશ મોરવાડિયાના પત્નીએ જુનાગઢ એસપી, રેન્જ આઈ.જી, ગૃહ મંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે તારીખ 25/4/2024 ના જુનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના પતિ પરેશ મોરવાડિયા વિરુદ્ધ લૂંટ તેમજ મારામારી સહિતની કલમોનો ઉમેરો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં પરેશ મોરવાડિયા વિરુદ્ધ રૂ.2000ની લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ખોટી રીતે દાખલ કરવામાં આવ્યો છે. પરેશ મોરવાડિયા જરૂરિયાતમંદ લોકોને આકસ્મિક આપત્તિઓ જેવી કે વાવાઝોડા, પુર તેમજ કોરોના જેવી મહામારીમાં પણ જીવન જરૂૂરી ચીજ વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીનું વિનામૂલ્ય વિતરણ કરેલ છે. તેમજ સમાજ સેવામાં પણ તેનો ફાળો રહેલ છે છતાં પણ તેને ખોટી રીતે ફસાવવા માટે રૂ.2000 રૂપિયાની લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે અન્યથા સરપંચના પતિએ ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા માગ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement