For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવીને પ્લે ઓફની આશા જીવંત રાખતું દિલ્હી

01:16 PM May 08, 2024 IST | Bhumika
રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવીને પ્લે ઓફની આશા જીવંત રાખતું દિલ્હી

જેક ફ્રેઝર મેકગર્કની 50 અને અભિષેક પોરેલની 65 રનની તોફાની ઈનિંગ

Advertisement

દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું છે. ટીમે આ જીત સાથે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટોસ હાર્યા બાદ દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી જેક ફ્રેઝર મેકગર્કે 50 અને અભિષેક પોરેલે તોફાની રીતે 65 રન બનાવ્યા હતા. રાજસ્થાન જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યો ત્યારે યશસ્વી જયસ્વાલે દાવના બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલે 4 રન અને જોસ બટલરે 19 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 86 રન બનાવ્યા હતા.

222 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે પાવરપ્લે ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા હતા. આગામી ઓવરોમાં રનની ગતિ ઝડપથી વધી હતી કારણ કે રિયાન પરાગ પણ તોફાની શૈલીમાં બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન 11મી ઓવરમાં પરાગ 27 રનના સ્કોર પર આઉટ થયો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે પછી શુભમ દુબે એક છેડેથી અડગ રહ્યો, જ્યારે સંજુ સેમસન સતત બોલરોની ધોલાઈ કરવામાં વ્યસ્ત હતો. પરંતુ સંજુના આઉટ થયા બાદ રાજસ્થાનની ટીમ વાપસી કરી શકી નહીં.
દિલ્હી દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી હતી. સેમસન 86 રન બનાવીને આઉટ થયો હતો. બટલર 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી 4 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 27 રનનું યોગદાન આપ્યું હતું. શુભમન દુબેએ 25 રનનું યોગદાન આપ્યું હતું. રોવમેન પોવેલ 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાજસ્થાનની ઇનિંગ દરમિયાન દિલ્હી તરફથી ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને રસિક ડારને 1-1 વિકેટ મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement