For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાને 7 વિકેટે હરાવી ભારતનો સુપર-8માં વટભેર પ્રવેશ

12:04 PM Jun 13, 2024 IST | Bhumika
અમેરિકાને 7 વિકેટે હરાવી ભારતનો સુપર 8માં વટભેર પ્રવેશ
Advertisement

ભારતે USAને 7 વિકેટે હરાવ્યું છે. ભારત તરફથી સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા, જેણે 49 બોલમાં 50 રન બનાવ્યા. શિવમ દુબે સાથે તેની 72 રનની ભાગીદારીએ ભારતની જીતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. દુબેએ પણ 31 રન બનાવીને ભારતની જીતમાં ફાળો આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા યુએસએ 20 ઓવરમાં 110 રન બનાવ્યા હતા. સુકાની મોનાંક પટેલની ગેરહાજરીમાં પણ યુએસએના બેટ્સમેનોએ તાકાત બતાવી હતી.

ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવા માટે સ્ટીવન ટેલરે 24 રન અને નીતિશ કુમારે 27 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. તે જ સમયે, જ્યારે ભારત ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતર્યું ત્યારે ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો ગયો. પરંતુ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની ભાગીદારી ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ ગઈ.
ભારતીય ટીમ 111 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી, પરંતુ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર આ સ્કોરનો પીછો કરવો પણ ખૂબ જ જટિલ કામ લાગે છે. ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે ઇનિંગ્સના બીજા જ બોલ પર સૌરભ નેત્રાવલકરે વિરાટ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. વિરાટના આઉટ થયાના માત્ર 12 બોલ જ પસાર થયા હતા, ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા પણ માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

Advertisement

આ દરમિયાન, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવે 29 રન ઉમેર્યા અને પાવરપ્લે ઓવર સુધી ટીમનો સ્કોર 33 રન સુધી પહોંચાડ્યો. આ દરમિયાન ઋષભ પંત પણ આઠમી ઓવરમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. આગળની 6 ઓવરમાં માત્ર 19 રન જ બન્યા હતા, જેના કારણે સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પર દબાણ વધવા લાગ્યું. પરંતુ 14મી ઓવરથી સૂર્યકુમાર અને દુબેએ વેગ પકડવાનું શરૂૂ કર્યું. તેણે ટીમ ઈન્ડિયાને 15 ઓવરમાં 76 રન સુધી પહોંચાડી દીધી હતી. આ દરમિયાન, યુએસએની ટીમને ત્રણ વખત ઓવર શરૂૂ કરવામાં 60 સેક્ધડથી વધુ સમય લાગ્યો, જેના કારણે તેને 5 રનની પેનલ્ટીનો સામનો કરવો પડ્યો. પેનલ્ટી બાદ ભારતને છેલ્લી 5 ઓવરમાં 30 રનની જરૂૂર હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ 18.2 ઓલકમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ICCના સ્ટોપ ક્લોક નિયમનો શિકાર બની અમેરિકન ટીમ
વર્લ્ડ કપ 2024 ની 25મી મેચ સંયુક્ત યજમાન અમેરિકા અને ભારતની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આઈસીસીના નવા નિયમના કારણે યુએસએની ટીમ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ સમયે, યુએસએની ભૂલને કારણે ટીમ ઈન્ડિયાને પણ મોટો ફાયદો થયો. ટીમ ઈન્ડિયાની ઈનિંગની 15મી ઓવર બાદ અમ્પાયરે યુએસએ ટીમ પર 5 રનનો દંડ ફટકાર્યો હતો. યુએસએ ટીમ સામે આ નિર્ણય સ્ટોપ ક્લોક નિયમ હેઠળ લેવામાં આવ્યો હતો. નિયમો અનુસાર, જો બોલિંગ ટીમ પાછલી ઓવર પૂરી થયાની 60 સેક્ધડની અંદર આગલી ઓવર નાખવા માટે તૈયાર ન હોય, તો ઇનિંગમાં ત્રીજી વખત આવું થાય તો 5 રનનો દંડ લાદવામાં આવે છે. અમ્પાયરે યુએસએની ટીમને બે વખત ચેતવણી પણ આપી હતી અને પછી આ કાર્યવાહી કરી હતી. સ્ટોપ ક્લોક નિયમને કારણે બેટિંગ ટીમને ફાયદો મળ્યો. જો કોઈ પણ ટીમ પાછલી ઓવર પૂરી થયા પછી બીજી ઓવર નાખવામાં બે વખતથી વધુ 60 સેક્ધડ લે છે, તો બેટિંગ કરનાર ટીમને 5 રન આપવામાં આવે છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ખાતામાં 5 રન ઉમેરાય છે. હંમેશા એવું જોવામાં આવ્યું છે કે 1-1 રન મેચનું પરિણામ બદલવા માટે પૂરતા હોય છે. આવી સ્થિતિમાં, આ 5 રન બેટિંગ ટીમ માટે ખૂબ જ ઉપયોગી છે અને તે જ આ મેચમાં પણ જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 35 રનની જરૂૂર હતી. ત્યારબાદ તેને આ 5 રન આપવામાં આવ્યા હતા, જે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ક્ષણે ખૂબ જ ઉપયોગી હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement