સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

પેટ્રોલ-ડીઝલ પર GSTના નામે કેેન્દ્રની રાજ્યને ખો

12:12 PM Jun 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી બતાવી એ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ જશે એવી અટકળો પાછી શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કહી દીધું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે અને હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યો સાથે મળીને પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ લાદવો એ નક્કી કરી શકે છે. નિર્મલાના નિવેદનના કારણે એવી વાતો વહેતી થઈ ગઈ છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા વિચારી રહી છે તેથી પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે. અત્યારે દિલ્હીમાં પેટ્રોલનો 94.72 રૂપિયા પ્રતિ લિટર છે પણ પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવી દેવાય તો લિટરના 75 રૂપિયા પ્રતિ લિટર થઈ જાય. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલના ભાવ લગભગ 95-100 રૂપિયા લિટરના છે તેથી આપણે ત્યાં પણ 95થી 100 રૂપિયાની વચ્ચે ભાવ આવી જાય. અત્યારે એક લિટર પેટ્રોલ પર લગભગ 36 રૂપિયા ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જાય છે. પેટ્રોલની પડતર કિમત તો લગભગ 60 રૂપિયાની આસપાસ છે ને તેમાં ટ્રાન્સપોર્ટેશન ને સરકાર દ્વારા ડીલરોને અપાતું કમિશન પણ આવી ગયું.

જો કે કેન્દ્ર અને રાજ્યોના જંગી ટેક્સના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે અને સરકારની તિજોરી છલકાય છે. હવે પેટ્રોલ અને ડીઝલને જીએટીને 28 ટકા સ્લેબમાં રાખવામાં આવે તો પણ 60 રૂપિયાની પડતર કિમત પર 16 રૂપિયા ટેક્સ લાગે તો પણ લિટરનો ભાવ 76 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ થઈ જશે. તેનું કારણ એ કે, રાજ્ય સરકારો ડીઝલ- પેટ્રોલ જીએસટીના દાયરામાં લાવવા માટે કદી તૈયાર થવાનાં નથી. કેન્દ્ર સરકાર પણ આ વાત સારી રીતે જાણે જ છે તેથી તેણે પોતે લોકોની નજરમાં સારા દેખાવા માટે પોતે ડીઝલ- પેટ્રોલ જીએસટીના દાયરામાં લાવવા તૈયાર હોવાનું જાહેર કરી દીધું. વાસ્તવમાં આ કેન્દ્ર સરકારનો લોકોને બેવકૂફ બનાવવાનો વધુ એક દાવ છે. રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાના બદલે હાલની વ્યવસ્થા ચાલુ રાખીને તેના પર વેટ નથી ચાલુ રહે એવું ઈચ્છે છે.

દારૂૂબંધી નથી એ રાજ્યો શરાબ પરની એક્સાઈઝમાંથી કમાય છે. એ સિવાય સ્ટેમ્પ ડ્યૂટી, ખાણ-ખનિજ રોયલ્ટી, વાહન રજિસ્ટ્રેશન ટેક્સ, ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી, જમીનને લગતી મહેસૂલી આવક જેવા નાના નાના સ્રોત છે પણ જંગી કમાણી પેટ્રોલ-ડીઝલના વેટમાંથી જ થાય છે. મોદી સરકાર ખરેખર લોકોને રાહત આપવા માગતી હોય તો તેણે રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર થાય કે ના થાય તેની રાહ જોવાની જરૂર નથી, રાજ્ય સરકારો તૈયાર થાય કે ના થાય, કેન્દ્ર સરકાર પોતે પહેલ કરીને લોકોને રાહત આપી જ શકે. કેન્દ્ર પણ એકસાઈઝમાં ઘટાડો કરીને રાહત આપી જ શકે છે.

Tags :
GSTindiaindia newsPetrol-diesel
Advertisement
Next Article
Advertisement