For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોહલીને આઉટ આપવાનો નિર્ણય ખોટો: મોહમ્મદ કૈફ

01:14 PM Apr 23, 2024 IST | Bhumika
કોહલીને આઉટ આપવાનો નિર્ણય ખોટો  મોહમ્મદ કૈફ
  • બોલરે આવો બોલ ફેંકવા બદલ માફી માગવી જોઇએ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઉટ આપવામાં આવ્યો હોવાનો વિવાદ જોવા મળી રહ્યો છે. રવિવારના ખૂબ જ રોમાંચક મેચમાં કોલકાતાએ બેંગલોરની ટીમ સામે 1 રનથી જીત મેળવી હતી. મેચ દરમિયાન હર્ષિત રાણાના બોલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. આ બોલ નો હતો કે નહી તે અંગે સતત ચર્ચા થઈ રહી છે.

Advertisement

વિરાટે પોતે આઉટ થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે વિરાટ કોહલીને કેકેઆર સામે આઉટ આપવાના વિવાદમાં સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. એક વીડિયો દ્વારા તેણે અમ્પાયરના નિર્ણયને ખોટો જાહેર કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, બોલર હર્ષિત રાણાએ આવો બોલ ફેંકવા બદલ વિરાટ કોહલીની માફી માંગવી જોઈતી હતી.

કૈફે કહ્યું કે- નિયમો અનુસાર બેટ્સમેન 10 રીતે આઉટ થઈ શકે છે. વિરાટ કોહલી બીમર પર આઉટ થયો છે. હવે આઉટ થવાની યાદીમાં આ પદ્ધતિને પણ ઉમેરો. વિરાટ કોહલીને બીમર પર આઉટ આપવામાં આવ્યો છે, આ ખૂબ જ ખરાબ નિર્ણય છે કારણ કે બોલ ક્યાં આવે છે તે તમે નિયંત્રિત કરી શકતા નથી. આ બોલને ફેંકવાની મંજૂરી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement