For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના મોવિયામાં દેવામાં ડુબેલા શ્રમિકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

12:51 PM Jun 05, 2024 IST | admin
ગોંડલના મોવિયામાં દેવામાં ડુબેલા શ્રમિકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
Advertisement

યુવાનને લગ્ન માટે 2.50 લાખ વ્યાજે લીધા બાદ દેણું વધી જતાં પગલું ભર્યુ

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ગોંડલના મોવિયા ગામે રહેતા યુવાને લગ્ન માટે રૂૂ.2.50 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં દેવામાં ડૂબેલા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા સંજય છગનભાઈ વાહુનિયા નામનો 27 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઝૂંપડામાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સંજય વાહુનિયા ચાર ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર છે પોતાના ગામમાં લગ્ન માટે રૂૂ.2.50 લાખ વ્યાજે લીધા હતા અને જે રૂૂ.2.50 લાખનું દેવુ થઈ જતા સંજય વાહુનીયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement