For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંડાની દિવાલ ધરાશાઇ થતાં દટાઇ ગયેલા ત્રણ વર્ષના માસૂમનું મોત

11:53 AM Jan 01, 2024 IST | Sejal barot
વંડાની દિવાલ ધરાશાઇ થતાં દટાઇ ગયેલા ત્રણ વર્ષના માસૂમનું મોત

રાજકોટના લાપાસરી ગામે ખેત મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક વંડાની દીવાલના છાયડે રમતો હતો ત્યારે અકસ્માતે દિવાલ ધરાશાઇ થતા માસુમ દીવાલ નીચે દટાયો હતો ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકોનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના લાપાસરી ગામે રહેતા શૈલેષભાઈ વઘાસીયાની વાડીએ ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો અમિત સુરેશભાઈ નીનામા નામનો ત્રણ વર્ષનો માસુમ બાળક ઘર પાસે વંડાની દીવાલના છાયડે રમતો હતો ત્યારે અકસ્માતે દિવાલ ધરાશાઈ થતાં અમિત નીનામા દિવાલ નીચે દબાઈ ગયો હતો. માસુમ બાળકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમિત નીનામાનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને મૃતક અમિત નીનામા ત્રણ બહેનોનો એકનો એક લાડકો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement