For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈમાં દિનદહાડે ખેલાયો ખૂની ખેલ!! પ્રેમીએ ગર્લફ્રેન્ડને પાનાના ઘા મારીને પતાવી દીધી, જુઓ વિડીયો

06:02 PM Jun 18, 2024 IST | Bhumika
મુંબઈમાં દિનદહાડે ખેલાયો ખૂની ખેલ   પ્રેમીએ ગર્લફ્રેન્ડને પાનાના ઘા મારીને પતાવી દીધી  જુઓ વિડીયો
Advertisement

મહારાષ્ટ્રના મુંબઈમાં એક છોકરીના સનસનીખેજ મર્ડરનો મામલો સામે આવ્યો છે. વસઈમાં આંજે સવારે 20 વર્ષની યુવતીને તેના પ્રેમીએ પાના વડે માર મારીને હત્યા કરી નાખી છે. હત્યાનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હત્યા કરાયેલી યુવતીનું નામ આરતી યાદવ છે. 20 વર્ષની આરતીની હત્યા તેના બોયફ્રેન્ડ રોહિત યાદવે જાહેરમાં કરી હતી. આ ઘટનાનો વીડિયો રોડ પર લાગેલા CCTVમાં રેકોર્ડ થયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રોડ પર અવાર-જવરની વચ્ચે યુવતીના બોયફ્રેન્ડ તેના માથા પર પાના વડે હુમલો કરે છે. આરોપી યુવતીને ત્યાં સુધી પાના વડે મારતો રહે છે જ્યાં સુધી તેનો જીવ ન ગયો. વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે જ્યારે પ્રેમી તેની પ્રેમિકાને રસ્તાની વચ્ચે મારી રહ્યો હતો ત્યારે ત્યાં એકઠી થયેલી ભીડ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી. બાળકીને બચાવવા કોઈ આવ્યું ન હતું.

Advertisement

હાલ વાલીવ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને પોલીસે ઘટના સ્થળના પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી છોકરો અને છોકરી બંને પાડોશી છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી. રોહિતને શંકા હતી કે આરતીને બીજા કોઈ સાથે લફરુ છે અને આનાથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને પીછો કરીને હત્યા કરી નાખી હતી. આરતી કામ પર જઈ રહી હતી. આ ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement