For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ નાકા બહાર રહેતા વૃદ્ધ રિક્ષાચાલક અને તેના ભત્રીજા પર ઘાતક હુમલો

12:09 PM May 15, 2024 IST | Bhumika
કાલાવડ નાકા બહાર રહેતા વૃદ્ધ રિક્ષાચાલક અને તેના ભત્રીજા પર ઘાતક હુમલો
Advertisement

જામનગરમાં કાલાવડનાકા બહાર રહેતા અને રિક્ષા ચલાવતા એક બુઝુર્ગ અને તેના ભત્રીજા પર જૂની અદાવતનું મન દુ:ખ રાખીને 10 જેટલા શખ્સો લાકડાના ધોકા- પાઇપ જેવા હથિયારો ધારણ કરી હુમલો કરી દીધો હતો, અને હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા છે. જે મામલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જામનગરમાં સૈયદ ફળી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા હાજીભાઈ અકબરશા કાદરી નામના 62 વર્ષના રીક્ષા ચાલક બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર તેમજ પોતાના ભત્રીજા સૈયદ અલી અજીજમિયા કાદરી ઉપર લોખંડના પાઇપ, લાકડાના ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવા અંગે 10 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી બુઝુર્ગ અને આરોપી આજરૂૂદ્દીન યાસીન બુખારી કે જેની સાથે અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને ગઈકાલે સાંજે આ હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે, અને ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હીચકારા હુમલા ના બનાવ અંગે પોલીસે અજરૃદ્દીન યાસીન બુખારી, ઉપરાંત અહમદશાહ યાસીન બુખારી, એજાજ યાસીન બુખારી, અક્રમ યાસીન બુખારી, યાસીન બુખારી, સોહીલ મોહમ્મદ અલી બુખારી, મોહમ્મદ સીદીક ઇબ્રાહિમ, મોહમ્મદ અલી ઇબ્રાહીમ બુખારી, જેનુલ આબેદિન આમીર હુસેન કાદરી વગેરે સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે,

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement