For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાંથી બે દિવસ પહેલાં ગુમ થયેલ યુવકની લાશ ડેમમાંથી મળી

02:05 PM May 20, 2024 IST | Bhumika
હળવદમાંથી બે દિવસ પહેલાં ગુમ થયેલ યુવકની લાશ ડેમમાંથી મળી
Advertisement

હળવદ શહેરના રાણેકપર રોડ પર રહેતા પ્રકાશભાઈ હરજીવનભાઈ કણઝરીયા રહેવાસી મહર્ષિ ટાઉનશીપ વાળો 25 વર્ષીય યુવક બે દિવસ પહેલા ગુમ થયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારબાદ પરિવાર દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહ્યો હતો ત્યારે આજે હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલ બ્રામણી ડેમ 2 માંથી આ યુવકની લાશ મળી આવી હળવદ નગરપાલિકાની ટીમ દ્વારા લાસ બહાર કાઢી હળવદ પોલીસને જાણ કરવામાં આવી

હળવદ તાલુકાના સુસ્વાવ ગામ પાસે આવેલ ડેમમાંથી પ્રકાશભાઈ હરજીવનભાઈ કણઝરીયા નામના 25 વર્ષ યુવકની લાશ મળી આવી હતી જેને પગલે સ્થાનિક લોકો દ્વારા હળવદ નગરપાલિકાની ફાયર ટીમનો સંપર્ક તેમજ પોલીસના સંપર્ક કરતા ફાયર ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ લાસ્ટ અને ડેમમાંથી બહાર કાઢી પ્રથમ પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવાર દ્વારા રાજકોટ ફોરેન્સિક પીએમ ની માંગ કરાતા વધુ પીએમ અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement