For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટમાં ડી.બી. પટેલ શૈક્ષણિક સંકુલમાં હુમલો કરવાના કેસમાં રૂડાભગત સહિત બેની રિમાન્ડ અરજી રદ

04:20 PM Jan 01, 2024 IST | Sejal barot
આટકોટમાં ડી બી  પટેલ શૈક્ષણિક સંકુલમાં હુમલો કરવાના કેસમાં રૂડાભગત સહિત બેની રિમાન્ડ અરજી રદ

આટકોટની ડી.બી. પટેલ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી અરજણભાઈ રામાણી ઉપર હુમલો કરવાના બનાવમાં ઉદ્યોગપતિ રૂૂાભગત સહીત 17 આરોપીઓની ધરપકડ બાદ ઉદ્યોગપતિ રૂૂડાભાઈ ઉર્ફે રૂૂડાભગત ભવાનભાઈ ભાયાણી અને મોહીત રામભાઈ આગરીયાના ત્રણ દિવસના રીમાન્ડ મેળવવા અને બાકીના આરોપીઓનુ પ્રોડકશન ક2વા ત.ક. અધીકારીએ અદાલત સમક્ષ રીપોર્ટ રજુ કરતા કોર્ટે બંને આરોપીઓની ત્રણ દિવસની વધુ પોલીસ રીમાન્ડ કસ્ટડી મેળવવા પોલીસની માંગણી નામંજુર કરતો હુકમ ફરમાવ્યો હતો.
કેસની હકીકત જોઈએ તો આરોપીઓએ કાવત્રુ રચી ગેરકાયદેસર મંડળી બનાવી સમાન ઈરાદો પાર પાડવા હથીયાર ધારણ કરી ફરીયાદીની માતૃશ્રી ડી.બી. પટેલ એજયુકેશનલ ટ્રસ્ટ શંકુલમાં આરોપીઓએ પોતાના કબ્જાની ફોરવ્હીલ ગાડીઓ સાથે ગેરકાયદેસર રીતે શંકુલમાં અવરોધ ક2વા અપ્રવેશ કરી ટેલીફોનના વાયર કાપી નાખી ટ્રસ્ટી અરજણભાઇ રામાણીને ગાળો આપી મુંઢ માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની અરજણભાઈ રામાણીએ રૂૂડાભગત ઉપરાંત નંબર વગરની તથા નંબરવાળીકારમાં આવેલ શખ્સો વીરૂૂધ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ હતો.
પોલીસે રૂૂડાભાઈ ઉર્ફે રૂૂડાભગત ભવાનભાઈ ભાયાણી, મોહીત રામભાઈ આગરીયા, ઉમેશ ધનજીભાઈ વીજવાડીયા, મયુર બાબુભાઈ પરસોંડા, રાહુલ બાબુભાઈ મકવાણા, પ્રતિક જસાભાઈ ચૌહાણ, શાહરૂૂખ ગુલાબભાઈ પઠાણ, દાદુભાઈ દેસુરભાઈ જળુ, આશીષ જગદીશભાઈ વાઘેલા, દિપક મહેશભાઈ મીયાત્રા, સલીમ હાજીભાઈ સોઢા, જયપાલસિંહ હરીસિંહ ચુડાસમા, ગૌરાંગ અરવિંદભાઈ ગૌસ્વામી, રાજેશ ઉર્ફે જોન પ્રભાતભાઈ મીયાત્રા, કિશન ઘેલાભાઈ વીજવાડીયા, કરણ ઉર્ફે બાલો દાદુભાઈ મીયાત્રાની અટક કરી રૂડા ભગત અને મોહીત આગરીયાના ત્રણ દિવસના રીમાન્ડ માટે તથા અન્ય આરોપીઓના પ્રોડકશન માટે અદાલત સમક્ષ ત.ક. અધીકારીએ રીપોર્ટ રજુ કરેલ.
બંને પક્ષેની રજુઆતો બાદ આરોપી રૂૂડાભાઈ ઉર્ફે રૂૂડાભગત ભવાનભાઈ ભાયાણી અને મોહીત રામભાઈ આગરીયાની ત્રણ દિવસની પોલીસ રીમાન કસ્ટડીની માંગણી નામંજુર કરતો હુકમ જસદણ કોર્ટે ફરમાવ્યો હતો.ઉપરોક્ત આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, મિતુલભાઈ આચાર્ય, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન મોડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, કેતન 52મા2, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ રોકયેલા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement