For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેવિડ વોર્નરની હનુમાનજીના ફોટા વાળી પોસ્ટ વાઇરલ

12:27 PM Apr 03, 2024 IST | Bhumika
ડેવિડ વોર્નરની હનુમાનજીના ફોટા વાળી પોસ્ટ વાઇરલ
  • ભારતીય નાગરિકતા આપવા યૂઝર્સની માંગ

ડેવિડ વોર્નરે મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હનુમાનજીનો ફોટો લગાવ્યો છે. જોત જોતમાં આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને અનેક સલાહ મળી. કોઈએ કહ્યું કે- હવે વોર્નરને ભારતીય નાગરિકતા આપવી જોઈએ. તો એક વ્યક્તિએ તો વોર્નરને પોતાનું નામ બદલીને પંડિત દ્રવિન્દ્ર વોર્નર રાખવાનું કહી દીધું.ડેવિડ વોર્નરે હાલ વાઇઝેગમાં છે. તેમણે હનુમાનજીના ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું આજે શહેર ફરી રહ્યો છું. આ સાથે હેશટેગ આપ્યું, જય હનુમાન. જોત જોતમાં વોર્નરની આ પોસ્ટ ઘણી જ વાયરલ થઈ હતી. ડેવિડ વોર્નરની પોસ્ટને સાડા ત્રણ લાખ લોકોએ લાઈક કરી છે અને 10 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. એક યૂઝરે કોમેન્ટ કરી કે તમે અમારા હનુ-મેન છો ડેવિડ વોર્નર. તો કોઈએ લખ્યું- જય બજરંગ બલી જ્યારે કેટલાંકે જય સિયારામ લખ્યું છે. એક યૂઝરે લખ્યું કે- હવે તો તેમનું આધાર કાર્ડ બની જવું જોઈએ. તો એક વ્યક્તિએ ડેવિડને સનાતની વોર્નર ગણાવી દીધો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement