For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેવિડ વોર્નર T-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટ્સમેન

12:14 PM Jun 07, 2024 IST | admin
ડેવિડ વોર્નર t 20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50  રન બનાવનાર બેટ્સમેન

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલના નામે ટી20 ક્રિકેટમાં ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. પરંતુ ટી20 વર્લ્ડ કપ વચ્ચે એક મોટો રેકોર્ડ તૂટ્યો છે. એવો રેકોર્ડ કે જે ઘણા વર્ષોથી ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલનો આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે તોડ્યો છે.

Advertisement

ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે રમાયેલી મેચમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. તેઓએ આ મેચમાં 51 બોલ પર 6 ચોકા અને 1 છક્કાની મદદથી 56 રન બનાવ્યા હતા. કે, ટી20 ક્રિકેટની 111મી મેચમાં ડેવિડ વોર્નરે 50+ રનની ઇનિંગ રમી હતી. તેની સાથે જ તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે 110 વાર ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો હતો. પરંતુ ડેવિડ વોર્નર હવે આ લિસ્ટમાં સૌથી આગળ નીકળી ગયા છે.

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. જ્યારે સૌથી વધુ અડધી સદી ડેવિડ વોર્નરના નામે છે. ક્રિસ ગેલે પોતાના 110 ફિફ્ટી પ્લસ સ્કોરમાં 22 સદી અને 88 અડધી સદી ફટકારી છે. જ્યારે, ડેવિડ વોર્નરે પોતાનો 111 ફિફ્ટી પ્લસ સ્કોરમાં 103 અડધી સદી અને 8 સદી ફટકારી છે. ટી20 ક્રિકેટમાં ડેવિડ વોર્નર એકમાત્ર ખેલાડી છે જેણે 100 અડધી સદી ફટકારી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement