For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની દીકરીઓ ઘણી આગળ છે: મેજર એકતા જયસ્વાલ

12:44 PM Jan 24, 2024 IST | Bhumika
રાજકોટની દીકરીઓ ઘણી આગળ છે  મેજર એકતા જયસ્વાલ

એનસીસી સમગ્ર વ્યક્તિત્વ સાથે સારા નાગરિકનું નિર્માણ કરે છે અને અનોખો આત્મવિશ્વાસ જગાવે છે

Advertisement

છેલ્લા 17 વર્ષથી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે મેજર એકતા જયસ્વાલ

તા.26 જાન્યુઆરી 2023ના કર્તવ્ય પથ પરના કાર્યક્રમમાં એનસીસી પરેડ માટે ઇન્ચાર્જ ઓફિસર તરીકે હાલ રાજકોટમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેજર એકતા જયસ્વાલની નિમણૂક થઈ હતી. સતત એક મહિનો ઘરથી દૂર દિલ્હીમાં રહીને ગત વર્ષ તેઓએ આ જવાબદારી બખૂબી નિભાવી હતી. સમગ્ર ભારતમાંથી આવેલ 144 એનસીસી કેડેટ્સ માટે ઓફિસ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી હતી. આ માટે તેઓને ડીસીએનસીસી પુરસ્કાર મળ્યો હતો. 26 જાન્યુઆરી 2024 માટે પણ રાજકોટથી 4 ગર્લ્સ કેડેટ્સ કર્તવ્ય પથ પર માર્ચ માટે પસંદગી પામ્યા છે તે પણ તેઓની ટ્રેનિંગને આભારી છે. રાજકોટવાસીઓ માટે આ ગર્વની બાબત છે. નેશનલ કેડેટ કેમ્પ એટલે કે એન.સી.સી નામ સાંભળીએ એટલે આપણને ખાખી યુનિફોર્મ અને આકર્ષક કેપ સાથે એક એવું વ્યક્તિત્વ જોવા મળે કે જે દરેક સંજોગ સામે લડી શકે તેવું સક્ષમ હોય.શાળા, કોલેજમાં વિદ્યાર્થીઓ એનસીસી એક વિષય તરીકે રાખે છે ત્યારે તેમને ખ્યાલ નથી હોતો કે તેમના જીવનમાં તેનું કેટલું મહત્ત્વ છે. એનસીસી સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ કરે છે,એક સારા નાગરિક તરીકેનું નિર્માણ કરે છે.અનોખો આત્મવિશ્વાસ જગાવે છે. રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી એન.સી.સી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે એકતા જયસ્વાલ ફરજ બજાવે છે.

Advertisement

છેલ્લા 17 વર્ષથી એન.સી.સી. એડ મિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા એકતા જયસ્વાલ મૂળ ઉત્તરપ્રદેશ અલ્હાબાદના વતની છે. અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન, કાનપુર યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને આઝમગઢ યુનિવર્સિટીમાંથી બી.એડ.કર્યું. બાળપણથી સિવિલ સર્વિસિસમાં જવાનું તેઓનું સ્વપ્ન હતું.એક વખત તેઓએ એન.સી.સી.માં લેડી ઓફિસર માટે જાહેર ખબર જોઈ ફોર્મ ભર્યું. પરીક્ષા આપી,ઇન્ટરવ્યૂ,મેડિકલ ટેસ્ટ, વિગેરે પરીક્ષાઓમાં પાસ થયા બાદ પ્રથમ પોસ્ટિંગ કલકત્તામાં થયું. ગ્વાલિયરમાં છ મહિનાની ટ્રેનિંગ બાદ તેઓની કામગીરી શરૂૂ થઈ. 2007માં સ્વેચ્છાએ પોતે માઉન્ટેન માઉન્ટેન્યરિંગ એક્સપિડીશનમાં 6611 ફિટ ઊંચાઈએ આવેલ ગઢવાલ પર્વત પર 20 ગર્લ્સ સાથે માઉંટેન્યરિંગ કર્યું. અતિશય ઠંડી, વરસાદ અને 25 કિલો જેટલા વજન સાથે ચઢવું મુશ્કેલ હોય છે છતાં તેઓએ તે કરી બતાવ્યું. ઘણાં કેડેટ્સને ઊંચાઈથી ડર લાગતો હોય, પહાડ પર વોમિટિંગ, ચક્કર આવવા લાગે તેમ જ ઓક્સિજનની કમી હોય આ બધા સંજોગોનો સામનો કરી સફળ પર્વતારોહણ કર્યું. તેઓની જોબ ટ્રાન્સફરેબલ છે તેથી દર બે ,અઢી વર્ષે અલગ અલગ જગ્યા પર તેઓનું પોસ્ટિંગ થાય છે, પરંતુ આ બાબતને તેઓ સકારાત્મક લે છે અને જણાવે છે કે, "ટ્રાન્સફરના કારણે દેશના અલગ-અલગ પ્રદેશના લોકો વિશે જાણવા મળે છે. તેમની ભાષા,ખોરાક,તહેવાર,તેમની રહેણી કહેણી,તેમની સંસ્કૃતિ વિશે જાણવા મળે છે. અહીં રાજકોટમાં પણ લોકો ખૂબ માયાળુ છે અને ઉત્સવ પ્રિય અને ખાવાપીવાના શોખીન છે. અન્ય રાજ્યોની સરખામણીએ રાજકોટની દીકરીઓ ઘણી આગળ છે. શૂટિંગ સહિત અનેક સ્પર્ધાઓ અને મેડલ જીત્યા છે તેમજ વિદેશમાં પણ અહીંની વિદ્યાર્થિનીઓ જઈ આવી છે.” પોતાની કામગીરી બાબત તેઓએ જણાવ્યું કે, "સમગ્ર કામગીરીનું સુચારુ રૂપથી સંચાલન થાય તેની જવાબદારી એડમિનની હોય છે. બટાલિયન વ્યવસ્થિત ચાલે,કેમ્પની ગોઠવણી કરવી, કોર્ડિનેટ કરવું, કેમ્પની જગ્યાએ ભોજનની સુવિધાથી લઈ ઇલેક્ટ્રિસિટી વગેરેની વ્યવસ્થા સાથે ઓછા સમયમાં, મર્યાદિત સાધનોમાં કામગીરી કરવાની હોય છે.” ઘણી વખત કેમ્પ માટે કે અન્ય ફરજ માટે લાંબો સમય બહાર રહેવું પડે ત્યારે પતિ અને તેમની સાથે રહેતા માતા 8 વર્ષની દીકરી આદ્યાનુુંં ધ્યાન રાખે છે. એન.સી.સી, સાથેના કોલોબ્રેશનમાં અન્ય દેશોમાંથી વિદ્યાર્થીઓ અને ઓફિસર ભારતમાં આવે છે એ જ રીતે ભારતમાંથી પણ વિદેશમાં જવાનું બને છે. એકતા જયસ્વાલનું સ્વપ્ન ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવાનું છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

શોર્ટ કટ ક્યારેય ન અપનાવો
એનસીસી કેડેટ્સને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે, "કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. શોર્ટ કટ દ્વારા કોઈ જ સફળતા મળતી નથી. સંજોગોથી ભાગવાની જરૂર નથી. ફિઝિકલી ફિટ રહો અને હર હંમેશ મહેનત કરવા માટે તૈયાર રહેશો તો સફળતા જરૂૂર મળશે.” ડેઇલી વોકિંગ, સાયક્લિગં સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે રમતો રમો. આ બધા સાથે એક ઉમદા ઇન્સાન બનો. કોઈપણ જગ્યાએ જરૂરિયાતમંદ હોય તેને મદદ કરો.

આ છે એન.સી.સી, અભ્યાસક્રમ
એકતા જયસ્વાલે જણાવ્યું કે કોલેજની જેમ એનસીસીમાં પણ સિલેબસ હોય છે. પીરિયડ મુજબ અભ્યાસ કરાવવામાં આવે છે.75% પરેડ હોય છે તેમજ કસોટી બાદ એ,બી,સી સર્ટિફિકેટ આપવામાં આવે છે.જેમાં ડ્રીલ ,ડબલ્યુ ટી, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, આર્મ ફોર્સેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ,સોશિયલ સર્વિસીસ વિગેરે વિશે 40 મિનિટ ક્લાસીસ હોય છે. એક પરેડમાં ત્રણ પીરિયડ હોય છે જેમાં વર્ષની 30 થી 35 પરેડ હોય છે જુનિયર વિંગ એટલે કે જે.ડબલ્યુ.એન.સી.સી માં બે વર્ષ હોય છે અને એસ.ડબલ્યુ એન.સી.સીમાં ત્રણ વર્ષ હોય છે. ઘણી બધી જગ્યાએ એન.સી.સીનો લાભ પણ થાય છે.અમુક જગ્યાએ પાંચ ટકા ઉમેરાય છે અમુક સર્વિસમાં પણ બેનિફિટ થાય છે.

મહિલાઓમાં ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે
તેઓએ મહિલાઓ માટે જણાવ્યું કે,"મહિલાઓ ઉપર પૂરો પરિવાર નિર્ભર હોય છે, ચાહે તેમા હોય, પુત્રી હોય કે પત્ની હોય. એક મહિલા જ્યારે ઘરની જવાબદારી સંભાળે છે ત્યારે પરિવારના અન્ય લોકો પ્રગતિ કરતા હોય છે. મહિલાઓ ઘણું બધું કરી શકે છે પરંતુ ઈચ્છાશક્તિ હોવી જોઈએ. મહિલાઓએ પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ફિઝીકલી ફિટ રહેવું જરૂૂરી છે. એક્સરસાઇઝ, યોગા દ્વારા પોતે શારીરિક અને માનસિક રીતે ફિટ રહે તે જરૂરી છે.હેલ્ધી ખોરાક ખાવ અને ખવડાવો તેમજ બહારનું ખાવાનું ટાળો.”

Advertisement
Tags :
Advertisement
Advertisement