For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢથી દલિતોની પ્રતિકાર રેલી, ગણેશના સમર્થનમાં ગોંડલ બંધ

01:20 PM Jun 12, 2024 IST | Bhumika
જૂનાગઢથી દલિતોની પ્રતિકાર રેલી  ગણેશના સમર્થનમાં ગોંડલ બંધ
Advertisement

દલિત યુવકના અપહરણ અને ખૂની હુમલાની ઘટના બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, ગોંડલમાં રેલી પૂર્ણ થયા બાદ મહાસંમેલનમાં અનેક આગેવાનો જોડાયા

Advertisement

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજું પગોંડલ ગણેશથ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યાં છે.

જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડો.આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂૂઆત થઈ છે. આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ, અને વડીલો મોટી સંખ્યામાં ઊમટ્યા છે. દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મૂછળીયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને ગાળો આપતા હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો. રાજકોટ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે અત્યારસુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી છે, તે લોકો જૂનાગઢ જતા સમયે શાંતિથી જવાનું છે. 2016માં ઉના દલિત કાંડ બાદ આઢ વર્ષે ફરીવાર દલિત સમાજ અન્યાય સામે લડવા માટે એકમંચ પર એકઠું થયું છે.

જૂનાગઢથી નીકળેલી અનુ.જાતિ સમાજની બાઈક રેલી જેતપુર, ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી છે. ગોંડલ શહેરના ડુંગર હિર દ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાંગઠીયા ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા છે. રેલી સવારે દશ કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ ડો.આંબેડકર ચોક પહોંચી હતી. ત્યાંથી ભેંસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વિરપુર હાઇવેથી વિરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ જોડાયા હતા.આ બાઈક રેલી જૂનાગઢના કાળવા ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના પૂતળાને ફુલહાર કરી પ્રસ્થાન કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઈક રેલી જૂનાગઢના કાળવા ચોક નવાગઢ ડો.આંબેડકર ચોક, વીરપુર હાઇવે, જામવાળી ચોકડી ગોંડલ અને ત્યારબાદ ડો.આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઈક રેલી પહોંચશે, જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ બાઈક રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે જૂનાગઢમાં આવી ગણેશ જાડેજા દ્વારા મારા દીકરાનું અપહરણ કરી ગણેશગઢમાં તેને મારી ફરી જૂનાગઢ મૂકી ગયો હતો. ત્યારે માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ હવે જે ગામમાં દલિતો પર અત્યાચાર થશે ત્યાં અનુસૂચિત જાતિ સમાજ જશે અને એ ગામમાં વિરોધ કરશું. આ બાઈક રેલીની શરૂૂઆત જૂનાગઢથી નવાગઢ, ગોમટા ફાટક, જામવાળી પંપ અને ત્યારબાદ ગોંડલ ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ અને 84 ગામડાંઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

જૂનાગઢના દલીત સમાજની પ્રતિકાર રેલી અને મહાસંમેલન સામે ગોંડલની પ્રજાએ પણ ખાંડા ખખડાવ્યા છે દલિત સમાજની રેલીની સામે ગોંડલના 84 ગામડાના સરપંચોએ ગણેશ જાડેજાના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાળ્યો હતો. એટલું જ નહીં પરંતુ ગોંડલ માર્કેટ યાર્ડ પણ સજ્જડ બંધ રહ્યું હતું.

4 ડીવાયએસપી સહિત 600 પોલીસના જવાનોનો ગોંડલમાં ચૂસ્ત બંદોબસ્ત

જૂનાગઢના દલીત યુવાનના અપહરણ અને ખુની હુમલા કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ થયા બાદ આ બનાવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે જૂનાગઢથી અનુસુચિત સકકમાજ દ્વારા પ્રતિકાર રેલી અને મહાસંમેલનનું આયોજન કર્યુ છે. જેની સામે ગોંડલની પ્રજાએ સજ્જડ બંધ પાળ્યો છે ત્યારે ગોંડલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને ત્યારે 4 ડિવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ, 400 પોલીસના જવાનો, 95 હોમગાર્ડ, ટીઆરપીના જવાનો અને ગોંડલના કોલેજ ચોકથી લઈને આશાપુરા ચોકડી સુધીતૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલના મુખ્ય સર્કલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગોંડલના આશાપુરા ચોક, ઉમવાળા ચોક, ગુંદાળા ચોકડી, જામવાડી ચોકડી, સહિતના સ્થળોએ પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement