For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજામાં વાવાઝોડાએ સર્જી તારાજી, હજારો કિલો કેરી ખરી પડી:નુકસાન

11:48 AM May 15, 2024 IST | Bhumika
તળાજામાં વાવાઝોડાએ સર્જી તારાજી  હજારો કિલો કેરી ખરી પડી નુકસાન
Advertisement

ભાવનગર જિલ્લામાં સોમવાર ના રાત્રે દસેક વાગ્યે અચાનક વાવાઝોડા જેવો પવન ફૂંકાવા લાગ્યો હતો. ખાસ કરીને દરિયા કિનારેના ગામડાઓ મા વધુ અસર હતી.જેને લઈ આ વિસ્તારના બાગાયતી પાક કેરી અને કેળ ને મોટાપાયે નુકશાની થઈ હોવાનું અને તેનું વળતર સરકાર ચૂકવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.ધારાસભ્ય દ્વારા ખેડૂતોની લાગણી સરકાર સુધી પહોંચાડવામા આવશે નું જણાવ્યું હતુ.

મણાર ગામના આંબાના બગીચો ધરાવતા ખેડૂત પરેશભાઈ ભટ્ટ એ જણાવ્યું હતુ કે આ વખતે માંડ પચીસ ટકા જેટલી કેરી આવી છે. તેમાંય કેરી નો દાણો પૂરો ફૂટે અને આપોઆપ કેરી પાકી જાય તે માટે કેરી વેડીન હતી.પોતાને પાંચસો થી વધુ આંબા છે. ગઈકાલ રાત્રે મીની વાવાઝોડું કહી શકાય તેવા પવન ને લઈ એકાદ હજાર કિલો કેરીનો ખરાવો થયો.જે કેરીના ભાવ સારા મળવા ની આશા હતી તે હવે નહિ મળે જેને લઈ અંદાજે દોઢેક લાખ રૂૂપિયા નું નુકશાન છે.અલંગ મણાર ભાખલ ગિરિયાળી દકાના કામરોલ ટીમાણા બોરલા ત્રાપજ પીથલપુર રોજીયા વાલર સોસિયા સહિતના વિસ્તારોમાં આંબા ના બગીચા હોય ખેડૂતોને લાખો રૂૂપિયા ની નુકશાની છે. ભાખલ ગામના ખેડૂત ગોપાલભાઈ ગોહિલ એ કેળ ના પાકમાં મોટી નુકશાન હોવાનું જણાવી વિગત આપી હતીકે જે કેળ વિયાજણ મા હતી તે કેળ ભારે પવન ના કારણે ઢળી પડી. જે કેળ નાની હતી તેના પાંદડા પવન ના કારણે ચિરાઈ ગયા. ખેડૂતોની લાગણી હતીકે સરકાર નુકસાનનું વળતર ચૂકવે. એ અંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ એ જણાવ્યું હતુ કે હજુ સુધી માવઠા કે ભારે પવન ને લઈ કોઈ ચોક્કસ ગાઈડ લાઈન આજે આવી નથી.ખેડૂતોને વળતર માટે.પરંતુ તળાજા પંથકના જે ખેડૂતો ને નુકશાન હશે તેનું વળતર ચૂકવવા સરકાર મા રજુઆત કરીશ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement