For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક. પાસે અણુ બોંબ છે, તેનું સન્માન કરવું જોઇએ: પિત્રોડા પછી ઐય્યરનો બફાટ

05:27 PM May 10, 2024 IST | Bhumika
પાક  પાસે અણુ બોંબ છે  તેનું સન્માન કરવું જોઇએ  પિત્રોડા પછી ઐય્યરનો બફાટ
Advertisement

વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.

મણિશંકર ઐયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

Advertisement

તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. અમારી પાસે પણ છે પણ જો કોઈ પાગલ આ બોમ્બ લાહોરમાં છોડવાનું નક્કી કરે તો શું થાય. આ રેડિયેશનને અમૃતસર પહોંચવામાં આઠ સેક્ધડ પણ નહીં લાગે. જો આપણે તેમને માન આપીશું તો તેઓ શાંત રહેશે પરંતુ જો આપણે તેમને નાના દેખાડતા રહીશું તો કોઈ પાગલ આવીને બોમ્બ ફેંકશે.

કોંગ્રેસ નેતા કહે છે કે હું એમ નથી કહેતો કે આપણે વિચારવું જોઈએ કે આપણી સમસ્યાઓ કેવી રીતે હલ થશે? આ નિષ્ણાતોનું કામ છે. હું માત્ર એટલું જ કહું છું કે તમે નફરત દર્શાવીને કે બંદૂક બતાવીને પરિસ્થિતિ સુધારી શકતા નથી. આપણે સમજવું પડશે કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તેનું સન્માન પણ છે. તેમનું માન જાળવીને આપણે કડકાઈથી બોલવું જોઈએ. હવે શું થઈ રહ્યું છે? આપણે વાત નથી કરી રહ્યા, આનાથી તણાવ વધી રહ્યો છે.અય્યરે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે.

પરંતુ છેલ્લા 10 વર્ષથી તમામ વાતો બંધ છે. જ્યારે બીજી વ્યક્તિ પાસે સ્નાયુઓ ન હોય ત્યારે આપણે સ્નાયુઓ (તાકાત) બતાવવી જોઈએ. તેના સ્નાયુઓ કહુટા, રાવલપિંડીમાં પડેલા છે. ગેરસમજ ફેલાશે તો ઘણી તકલીફ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement