વેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયા
વેરાવળ તાલુકાના સુપાસી ગામે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે થયેલ 23 વર્ષના યુવાનને માર મારી જીવલેણ ઇજા પહોંચાડતા મર્ડરનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાના આરોપીઓને ગણતરીની કલાકોમાં એલ.સી.બી. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સુપાસી ગામે ચોકડી પાસે પુલ આગળ રહેેેત રીયાજ એહમદભાઇ તવાણી, ઉ.વ.23, ધંધો મજુરી કામ, રહે.સુપાસી વાળાને (1) ફેસલ હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ (2) ઉબેદ હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ (3) ઝુલ્ફીકાર હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ (4) જયુલ કરીમભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ સાથે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે ચારેય આરોપીઓએ રીયાજ તથા તેના ભાઇ રીઝવાન સાથે આજે સવારે બોલાચાલી તથા મારામારી કરી જીવલેણ ઇજા કરતા રીયાજ ઉ.વ.23 નુ મોત નિપજાવી ફરાર થયેલ હતા આ બનાવ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં બી.એન.એસ. કલમ 103(1), 115(2), 118, 352, 54 જી.પી.એકટ કલમ 135 મુજબ ગુન્હો રજી. નોંધાયેલ છે.
આ મર્ડરના બનાવ અંગે જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપતા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ, નરવણસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા,પ્રભાસ પાટણના પી.આઇ. એમ.વી.પટેલ સહીતના સ્ટાફ પેટ્રોલીંગ રહેલ તે દરમ્યાન એલ.સી.બી. ના એ.અસ.આઇ. ગોવિંદભાઇ વંશ, નરવણસિંહ ગોહીલ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ.નટુભા બસીયા, મીસીંગ પર્સન સ્કવોડના પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ ને મળેલી બાતમી તથા એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડાએ ટેકનિકલ એનાલીસીસ આધારે આ મર્ડરના ગુન્હાના નાશી જનાર ચારેય આરોપીઓમાં (1) ફેસલ હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ (2) ઉબેદ હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ (3) ઝુલ્ફીકાર હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ (4) જયુલ કરીમભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ ને ગણતરીની કલાકોમાં પડકી પાડી પ્રભાસ પાટણ પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.