કરન્સી ટ્રેડમાં રોકાણની લાલચે યુવાને રૂપીયા 31 લાખ ગુમાવ્યા
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાને ટ્રેડ કારન્સીમાં રોકાણ ના બહાને 31 લાખ જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર ની નવાનગર બેંકમાં નોકરી કરતા એક કર્મચારી અને તેના પિતરાઈ ભાઈએ કટકે કટકે 31 લાખ જેવી માતબર રકમ મેળવી લીધા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચર્ચા જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા અને એક ખાનગી ગેસ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નઝીરહુસેન નવાઝમિયાં બુખારીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની 31 લાખ જેવી માતબર રકમ રોકાણના બહાને મેળવી લીધા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરની નવાનગર કોપરેટીવ બેંકના કર્મચારી દિનેશભાઈ કિશોરચંદ્ર પાટડીયા અને તેના પિતરાઈ ભાઈ કલ્પેશ કિશોરભાઈ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નઝીર હુસેન કે જેણે પોતાની એકત્ર કરેલી રકમ ઉપરાંત પોતાના પિતાની એલ.આઈ.સી. માંથી પાકેલી રકમ વગેરે ટ્રેડ માં રોકવાના બહાને દિનેશ કિશોરચંદ્ર પાટલીયા તેમજ કલ્પેશ મહેતાને આપી હતી. જેમાં સૌ પ્રથમ કલ્પેશ મહેતાએ 18 લાખ રૂૂપિયા મેળવ્યા હતા. જે પૈકીના 16,40,000 ની રકમ પરત આપી ન હતી, અને છેતર પિંડી કરી હતી. ત્યારબાદ બેંક કર્મચારી દિનેશ પાટલીયા કે જેણે ટ્રેડ કરન્સીમાં રોકવાના બહાને કરી હતી યુવાન પાસેથી 27,95,500 જેવી વાત પર રકમ મેળવી લીધી હતી. જે પૈકીની 14,77,000 જેવી રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો.
અનેક વખત બંને પાસેથી રકમ માંગવા છતાં પરત આપી ન હોવાથી આખરે મામલો જિલ્લા પોલીસવડા સમક્ષ લઈ જવામાં આવ્યો હતો, અને એસ.પી. પ્રેમસુખ ડેલુએ આ મામલે ફરિયાદ નોંધવા માટેનો આદેશ કર્યો હોવાથી સિટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા અને તેમની ટીમ દ્વારા ફરિયાદી નજીરહુશેનની ફરિયાદના આધારે કલ્પેશ મહેતા અને દિનેશ પાટલીયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોંધ્યો છે. જે અંગેની આગળની તપાસ પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા ચલાવી રહ્યા છે.
-----