થાનમાં છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કર્યાના આક્ષેપ સાથે યુવકે ફાંસો ખાધો
થાનમાં રહેતા યુવાને કારના સોદાના રૂૂપિયા પરત આપવાના બદલે છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કરી દીધો હોવાના આક્ષેપ સાથે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાનગઢમાં રહેતા પ્રવીણ ભગુભાઈ દાણા નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરતા થાન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર પ્રવીણ ધાણાએ વીરુભાઈ હસમુખભાઈ સાગઠીયા પાસેથી કાર લીધી હતી. જે કારના હપ્તા વીરુભાઈ સાગઠીયાએ નહિ ચૂકવતા મૂળ માલિક કાર પરત લઈ ગયા હતા અને પ્રવીણ દાણાએ મૂળ માલિકને રૂૂ.26000 આપી કાર પરત મેળવી હતી તેમ છતાં વિરુભાઈ સાગઠીયા કારના હપ્તા નહીં ભરી કાર મૂળ માલિકને પરત કરી દીધી હતી જે કાર સોદાના રૂૂપિયા ધીરુભાઈ સાગઠીયા આપતા ન હતા અને તેની પત્નીએ પ્રવીણ દાણા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. અને જો રૂૂપિયા માંગશે તો ફરી પોલીસ ફરિયાદ કરી ફિટ કરાવી દેવાની ધમકી આપતા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પ્રવીણ દાણાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે થાન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.