રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાવરકુંડલાની કોર્ટમાં યુવાનનો આપઘાત; પરિવારની જિલ્લા પંચાયતના સભ્યો સામે ગુનો નોંધવા માગણી

01:55 PM Dec 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય અને એક સદસ્યાના પતિ સહિત પાંચ શખ્સોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો’તો, પરિવારજનોનો લાશ સ્વીકારવા ઇનકાર

બે દિવસ પહેલા સાવરકુંડલાની સેશન્સ કોર્ટમા ચાલુ સુનાવણીએ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધા બાદ ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય સહિત બે આગેવાન મળી પાંચ લોકો સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે મૃતક યુવકના પરિજનોએ આજે બીજા દિવસે પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તો બીજી તરફ પોલીસ આ પરિવાર પર લાશ સ્વીકારવા દબાણ કરતી હોવાનુ જોઇ શકાયુ હતુ. જયાં સુધી જિલ્લા પંચાયતના ભાજપના એક સદસ્ય અને એક સદસ્યના પતિ સામે ગુનો દાખલ ન થાય ત્યાં સુધી પરિવારજનો ખોડિયાણાના મનસુખભાઇ નનુભાઇ વાઘમશીની લાશ સ્વીકારવા તૈયાર નથી.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ખોડિયાણામા રહેતા જિલ્લા પંચાયતના સદસ્યના પતિ લાલજી બાઘાભાઇ મોર તેમના ભાઇ સુખા બાઘાભાઇ મોર, કનુ ભાયાભાઇ બગડા, મનસુખ મનજીભાઇ વેકરીયા અને આંબરડીના ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય શરદ નાનાભાઇ ગોદાણીના ત્રાસથી મનસુખભાઇએ આપઘાત કર્યો હતો. મનસુખભાઇએ અગાઉ લાલજી મોર અને અન્ય 50 શખ્સો સામે ખુની હુમલો કરવા સબબ પોલીસને ફરિયાદ આપી હતી. જે કેસમા સુખા આહિરને સજા થઇ હતી અને તેણે સજા સામે અપીલ કરી હતી. જેથી આ કેસમા છુટવા માટે આ તમામ શખ્સો સમાધાન કરી લેવાનુ કહી મનસુખભાઇને સતત માનસિક ત્રાસ આપતા હતા. અને મારી નાખવાની ધમકી આપતા હતા. ગમે ત્યારે રસ્તામા આંતરી ધાકધમકીઓ આપતા હતા.

સતાધારી પક્ષના આગેવાન હોય ગુંડાગીરી કરી જમીન પચાવી પાડે છે, ગમે તેને માર મારે છે તેની સામે કોઇ ફરિયાદ લેવાતી નથી. લોકોમા તેની કોઇ આબરૂૂ રહી નથી. અને પોતાના પર ખોટો કેસ કરે તેવી શકયતા હોય સુરક્ષા આપવા માટે પણ તેમણે પોલીસને અરજી આપી હતી. આમ છતા ધાક ધમકીઓ ચાલુ રહેતા મનસુખભાઇએ બે દિવસ પહેલા કોર્ટમા ઝેરી દવા પી લીધી હતી. અને ગઇકાલે તેમનુ સારવારમા મોત થયુ હતુ. ત્યારથી પરિજનોએ આ પાંચેય શખ્સો સામે તેમને મરી જવા મજબુર કરવા સબબ ગુનો નોંધવામા આવે તેવી માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બીજા દિવસે પણ પરિવારે લાશ ન સ્વીકારતા પરિવાર પર રાજકીય અને પોલીસનુ દબાણ આવ્યુ હતુ. મામલો જિલ્લા પંચાયતના બે સદસ્યોને લગતો હોય પોલીસ ફુંકી ફુંકીને ચાલી રહી છે. ન્યાય માટે વલખા મારતો માણસ ચાલુ કોર્ટમા ઝેર પી આપઘાત કરે છતા પરિવારને ન્યાય માટે કોઇ ફરિયાદ લેવાઇ રહી નથી.

Tags :
crimegujaratgujarat newsSavarkundlaSavarkundla courtSavarkundla news
Advertisement
Next Article
Advertisement