જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ
જામનગરના સેટેલાઈટ પાર્કમાં શેરી નંબર 5 માં રહેતા ઘનશ્યામ જમનભાઈ ચોવટીયાએ વ્યાજખોરના ત્રાસથી હેરાન થઈને ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘનશ્યામભાઈએ આરોપ લગાવ્યો છે કે, દોઢેક વર્ષ પહેલા તેમણે ધર્મેશ રાણપરીયા પાસેથી રૂૂ. 8 લાખની રકમ માસિક 10%ના વ્યાજ દરે મેળવી હતી. આ માટે તેમણે ધર્મેશને 6 ચેક પણ આપ્યા હતા. તેમણે નવ મહિનામાં કુલ રૂૂ. 7,20,000નું વ્યાજ અને મુળ રકમ રૂૂ. 8,00,000 મળી કુલ રૂૂ. 15,20,000 ચૂકવી દીધા હતા.
જોકે, ધર્મેશ વધુ પૈસાની માગણી કરતો હતો અને ધમકી આપતો હતો. ઘનશ્યામભાઈનું મયુર ટાઉનશિપમાં આવેલ મકાન સાહેદ રમેશભાઈ ગોરસીયા થકી વેચાણ થયું હતું, જેમાં રૂૂ. 23,31,000ની બેંક લોન હતી. આ બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો. ધર્મેશ વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા છતાં વધુ રૂૂપિયાની માંગણી કરતો હતો અને ધમકી આપતો હતો.
આખરે હેરાન થઈને ઘનશ્યામભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધર્મેશ રાણપરીયા સામે ધાક ધમકી આપવા અને ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગે ગુનો નોંધી તેની શોધખોળ શરૂૂ કરી છે. આમ, આ મામલે બંને પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે.