‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ગારીડા ગામની ઘટના: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
રાજકોટના બામણબોર નજીક આવેલા ગારીડા ગામે રહેતા યુવકે તેના વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે નસ્ત્રતે કેમ મારી વિરુદ્ધ અરજી કરી છેસ્ત્રસ્ત્ર તેવું પૂછતાં ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ગારીડા ગામે રહેતા જેન્તીભાઈ કુંવરાભાઈ ધરજીયા નામનો 19 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યે પોતાની વાડીએ જતો હતો ત્યારે ભુપત માવજી કોળી સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જેન્તી ધરજીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવાન અગાઉ ગામમાંથી બાઇક લઈને નીકળ્યો હતો ત્યારે હુમલાખોર ભુપત કોળીએ જેન્તી ધરજીયા વિરુદ્ધ અરજી કરી હતી. જે અરજી સંદર્ભે જેન્તી ધરજીયાને આજે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું તે પૂર્વે ભુપતને પૂછ્યું હતું. કે તે મારી વિરુદ્ધ કેમ અરજી કરી છે તેવું પૂછતા ભૂપત સહિતના શખ્સોએ જેન્તી ધરજીયા ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.