ટંકારાના લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન ઉપર હુમલો
ભાણવડના ઢેબર ગામે પિતા-પુત્રને જૂની અદાવતમા સગા બે ભાઇએ માર માર્યો
ટંકારાનાં લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન પર 4 શખસોએ છરી અને ધારીયા વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાનાં લજાઇ ગામે રહેતા ગૌતમ ભલાભાઇ સારેસા નામનો 37 વર્ષનો યુવાન વિરપર ગામ પાસે હતો. ત્યારે પંકજ , ઋત્વીક ચાવડા, પ્રિન્સ ચાવડા સહીતનાં અજાણ્યા શખસોએ છરી - ધારીયા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. પ્રાથમીક તપાસમા હુમલાખોર પંકજ ઘર પાસે મોબાઇલનો ટાવર નાખે છે તે નાખવાની ગૌતમ સારેસાએ ના પાડતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
બીજા બનાવમા ભાણવડનાં ઢેબર ગામે રહેતા અને પીજીવીસીએલમા થાંભલા ઉભા કરવાનુ કામ કરતા શાહનવાઝ આબેદીનભાઇ હિંગોરા (ઉ.વ. 19 ) અને તેનાં પિતા આબેદીનભાઇ જુસબભાઇ હિંગોરા (ઉ.વ. 40 ) બાઇક લઇને પોતાની વાડીએ જઇ રહયા હતા. ત્યારે શેઢા પાડોશી હશન આમદ હિંગોરા અને સાલેમામદ આમદ હિંગોરાએ બાઇકને આંતરી જુની અદાવતનો ખાર રાખી પિતા -પુત્રને માર માર્યો હતો હુમલામા આબેદીનભાઇ હિંગોરાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયા હતા આ અંગે શાહનવાઝ હિંગોરાએ હુમલાખોર બંને શખસો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.