આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો
04:45 PM Jul 04, 2025 IST | Bhumika
શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં તેના મિત્રોએ છરી વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Advertisement
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.5માં રહેતો મીતેષ જેઠાભાઇ દાપડા (ઉ.વ.35)નામનો યુવાન આજે સવારે ઘર પાસે હતો ત્યારે તેના મિત્રો સુલતાન અને નીલેશે કોઇ કારણસર ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતોે જેમાં તેનો મોઢા ઉપર હોઠના ભાગે છરી લાગી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મિતેષ બેનર લગાડવાનુ કામ કરે છે. આરોપી તેના મિત્રો જ હોય અને દારૂ પી ગયા હોવાથી ઝઘડો કરી હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. આ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement