‘તારા પપ્પા ભિખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી પરિણીતાને ત્રાસ
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં 15 દિવસથી માવતરે રહેતી પરિણીતાએ જૂનાગઢ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ‘તારા પપ્પા ભીખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી ત્રાસ આપતા હોય જે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામમાં ગૌતમનગર શેરી નં. 3 માં રહેતી મનીષાબેન દિપેશભાઈ ગઢવી નામની 29 વર્ષીય પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢમાં ખ્રામધ્રોળ રોડ પર રહેતા પતિ દિપેશ નટવરલાલ ગડવી, સાસુ પન્નાબેન, મોટા સસરા ઈશ્ર્વરભાઈ લખુભાઈ ગઢવી અને છત્તીષગઢ રહેતા નણંદ જાગૃતિ જયેશભાઈ જીબાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન વર્ષ 2017માં થયા હતા લગ્નના દોઢ વર્ષ બાદથી પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પતિ નાની નાની વાતમાં માર મારતા અને ‘તારા પપ્પા ભીખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી મેણાટોણા મારતા હતા દરમિયાન બે વખત ઘરમાંથી કાઢી મુકી બાદ સમાધાન કરી તેડી જતા બાદ ગત તા. 24/4ના માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી અને તા. 11/12ના પતિ દિકરાને રમાડવા આવ્યા અને દિકરાને લઈ જતા રહ્યા હતા જેથી આ અંગે ફરિયાદ નોંદાવતા પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.