રાજકોટમાં ઘરકંકાસના કારણે પત્ની-પુત્રના હાથે યુવાનની હત્યા
પોલીસે બંન્નેને સકંજામાં લીધા, માતા-પિતાના ઝઘડામાં વચ્ચે પડી પુત્રએ છરીનો એક જીવલેણ ઘા ઝીંકી દીધો
રાજકોટમાં વધુ એક ઘરકંકાશથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળ રહેતા 40 વર્ષીય યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતાં ચકચાર જાગી છે. ભક્તિનગર પોલીસે મૃતકની પત્ની અને બંને પુત્રોને ઉઠાવી પૂછપરછ શરૂૂ કરી છે.આ ઘટનામાં ઘરકંકાશથી પત્ની અને એક પુત્રએ છરી ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવતા ભક્તિનગર પોલીસે બંનેને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળ હુડકો ક્વાર્ટરમાં રહેતા અને મોજા વેંચવાનું કામ કરતા નરેશ નરેશભાઈ નટવરભાઈ વ્યાસ (ઉ.વ.40)રાતે તેની પત્ની અને બે પુત્રો સાથે ઘરે હતા ત્યારે તેને પુત્ર હર્ષે છરીના ઘા ઝીંકી દેવાતાં લોહીલોહાણ થઈ ગયા હતા.તત્કાલ 108ને બોલાવાઈ હતી પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસના પીઆઇ એમ.એમ.સરવૈયા ઉપરાંત ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી બી.વી.જાદવ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
જ્યાં જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મૃત્તદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોડી રાતે ભક્તિનગર પોલીસે મૃતક નરેશભાઈના રેલનગરમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતા વર્ષાબેન રમેશભાઈ પંડ્યા(ઉ.55)ની ફરિયાદ પરથી મૃતકના પત્ની સ્મિતાબેન નરેશભાઈ વ્યાસ અને પુત્ર હર્ષ નરેશભાઈ વ્યાસ વિરુદ્ધ હત્યાની કલમ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે.સ્મિતાબેને ફરિયાદમાં જણાવ્યુ હતું કે,તેમના પતિ જીલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા તેમાંથી નિવૃત થયેલ છે.તેમજ તેમને સંતાનમાં એક દિકરો જય છે.
તેઓ બે બહેનો અને એક ભાઇ છે જેમાં સૌથી મોટા બહેન મીનાબેન છે જે અમદાવાદ સાસરે છે તેનાથી નાનો ભાઇ નરેશભાઇ નટવરભાઇ વ્યાસ છે જે તેના પરીવાર એટલે મારા ભાભી સ્મીતાબેન તથા તેમના દિકરાઓ હર્ષ તથા પાર્થ સાથે કોઠારીયા રોડ ઉપર હુડકો કવાર્ટર નં. ડી-69 માં રહે છે.
રાત્રીના દિકરા જયના ફોન ઉપરથી કોઇ પોલીસ સ્ટેશનથી ફોન આવેલ અને વાત કરેલ કે તમારા ભાઇનુ ઘરે ખુન થઇ ગયેલ છે તમે તાત્કાલીક આવો આમ વાતચીત કરતા વર્ષાબેન તથા નણંદ ઉષાબેન ઠાકર તથા દિકરો જય તથા પતિ એમ બધા ઘરેથી નીકળી અને નરેશ કે જે કોઠારીયા મેઇન રોડ ઉપર હુડકો કવાટર્સ નં.ડી-69 માં રહેતો હોય તેના ઘરે ગયેલ ત્યા પહોચતા નરેશ ઘરમાં રૂૂમમાં નીચે લોહી લુહાણ હાલતમાં પડેલો હતો અને તેને શરીરે છાતીના ભાગે ઇજા થઇ હતી.આ મામલે ભક્તિનગર પોલીસે સ્મિતાબેન અને તેમના પુત્ર હર્ષ ને સકંજામાં લીધા હતા.
મૃતક 20વર્ષથી પત્નીને હેરાન કરતો હોવાનો આક્ષેપ
રાજકોટ શહેર કોઠારીયા રોડ ઉપર હુડકો કવાર્ટરમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પત્ની અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. મૃતક નરેશ બે બહેનો એકનો એક ભાઇ હતો અને તેને સંતાનમાં બે દિકરા છે. પત્નીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મૃતક છેલ્લા 20 વર્ષથી દારૂ પી અને પત્ની સ્મિતાને મારમારતો અને હેરાન કરતો હતો.