ઓનલાઇન ગેમમાં નાણાં હારી જતા યુવાને વેપારીને 3.90 લાખનો ધુંબો માર્યો
રૈયાધારે રહેતા નરેશ બાબુભાઈ જાદવ નામનો યુવાન ઓનલાઇન ગેમિંગ ના રવાડે ચડી ગયો હતો અને તે જુગારમાં પૈસા હારી જતા તેમણે પૈસા ચૂકવવા માટે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને મની ટ્રાન્સફરનું કામ કરતા વેપારી સંદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પાસેથી 90 હજાર ઉછીના લીધા હતા અને સગા-સંબંધીઓના ખાતામાં રૂૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ રૂૂ.3.90 લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવમાં વેપારીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં ધરમનગર કવાર્ટરમાં રહેતા સંદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ યુનિ.પોલીસમાં રૈયાધાર મેઈન રોડ સ્લમ કવાર્ટરમાં રહેતા નરેશ બાબુભાઈ જાદવ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંચેક માસ પૂર્વે ઉપરોક્ત શખ્સ મારી પાસે પૈસા ટ્રાન્સફર કરાવવા આવ્યો હતો.બાદ અવાર નવાર આવતો હતો.જેથી હું પરિચિત હતો. ગત.તા.29/9/24ના દુકાને આવી મારી પાસે 2000 ટ્રાન્સફર કરાવ્યા હતા.જેના પૈસા બાદમાં આપી દેશે તેમ કહ્યું હતું.અને બાદમાં શખસ પાસેથી ટ્રાન્સફર કરેલા પૈસાની ઉઘરાણી કરતા તેણે કહ્યું કે જો મે કહેલ પૈસા ટ્રાન્સફર નહી કરો તો હું બાકીના પૈસા નહીં આપુ કહી કટકે-કટકે તેના સગા-સંબંધીઓના ખાતામાં રૂૂ.3.90 લાખ ટ્રાન્સફર કરાવેલ હતા.આમ શખસે પૈસા ટ્રાન્સફર કરાવી લઈ પરત ન આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
જ્યારે વળતી ફરિયાદમાં નરેશના પિતા બાબુભાઈ રામજીભાઈ જાદવ(ઉ.46) એ વેપારી સંદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં બાબુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 26 જાન્યુઆરીના રોજ તેમના મોટા દીકરા નરેશ નું સ્કૂટર ઘરે જોવા ન મળતા તેમને સ્કૂટર અંગે પૂછપરછ કરી હતી.ત્યારે પુત્ર પાસેથી જાણવા મળ્યું કે,પુત્ર નરેશ મોબાઇલમાં આવતી ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતા પૈસાની જરૂૂરિયાત ઊભી થઈ હતી.
જેથી તેમણે પત્ની પાયલ પાસેથી સોનાના બે ચેઇન અને સોનાનું પેન્ડલ તેમજ સોનાના દાગીના અને પોતાનું સ્કૂટર બધું દેવજીવન હોટલ પાસે આવેલી મામાની મોજ નામની દુકાન ધરાવતા સંદીપસિંહને ત્યાં ગીરવે મૂકી રૂૂ.90 હજાર લીધા હતા.ત્યારબાદ બાબુભાઈ સંદીપસિંહ ની દુકાને પહોંચ્યા હતા અને ત્યાં 90 હજાર ઉપરાંત પણ પૈસા ચૂકવવાના બાકી હોવાનું સંદીપસિંહે જણાવ્યું હતું.
ત્યાં બાબુભાઈ એ કહ્યું કે અમારી ઉપર રહેમ રાખજો અમે પૈસા ચૂકવી આપીશું તેમ કહ્યું હતું.ત્યારબાદ 90 હજારની વ્યવસ્થા થઈ જતા તા.28/1ના રોજ સાંજના બનેવી મનસુખભાઈ,દીકરો નરેશ સહિત ત્રણેય ત્યાં 90 હજાર આપવા પહોંચ્યા હતા અને જેથી સંદીપસિંહે 90 હજાર નહીં પરંતુ તમારે 2,82 લાખ લેવાના નીકળે છે અને મારે કટકે કટકે નહીં પુરેપુરા પૈસા જોઈએ છે તેમ કહ્યું હતું.તેમજ તેમણે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી દુકાનમાંથી કાઢી મુક્યા હતા.આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધયો હતો.