રાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડી
ટેલીગ્રામ યુઝર્સ સામે ગુનો નોંધાયો
રાજુલામાં ઘર બેઠા નોકરીની ઓફર કરી રૂૂપિયા કમાવાની લાલચ આપી યુવક સાથે 2.62 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં ત્રણ યૂઝર્સ સામે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.રાજુલાના તત્વજ્યોત રોડ આહિર સમાજમાં પાસે રહેતા ઈરફાનભાઈ મહમદભાઈ શેખ ( ઉ. વ.35) એ ટેલીગ્રામ 3 યુઝર્સ સામે રાજુલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા મારફત ઘરે બેઠા જોબ માટે ઓફર કરી રૂૂપિયા કમાવાની લાલચ આપી હતી. કંપનીમાં માર્કેટિંગ કરી નાણાં કમાવા લાલચ આપ્યા બાદ લિંક મારફત રૂૂપિયા જમા કરાવ્યા હતા. શરૂૂઆતમાં નફો પણ કરાવ્યો હતો.
ત્યારબાદ જોબ એરર નામે અલગ અલગ એકાઉન્ટમાં 2.62 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આ નાણા પરત આપવામાં આવ્યા ન હતા અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે રાજુલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પીઆઇ એ. ડી.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, અમરેલી જિલ્લામાં છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવ રાજુલામાં યુવકને ઘરબેઠા પૈસા કમાવવાની લાલચે છેતર્યો હતો.