ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

12:18 PM May 09, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તાર ખાતે આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગઈકાલ સાંજે પાંચ શખ્સે યુવાનને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખૂન ના આ બનાવવાની જાણ થતા એસપી , ડીવાયએસપી ,એલસીબી પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે એક શખ્સ ને ઝડપી લીધો હતો.

Advertisement

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેર ના બુદ્ધદેવ સર્કલ પાસે પ્લોટના પ્રકરણે વિશાલભાઈ બુધાભાઇ વાજા ( ઉ.વ.25 રહે ખેડૂતવાસ,ભાવનગર) ને આ જ વિસ્તાર ખાતે રહેતા રવિ, મહેશ,વલ્લભ ગેરેજવાળા,રાજેશ અને દિનેશ સાથે પ્લોટ બાબતે બોલાચાલી થઈ હતી.તેની દાઝ રાખી ઉપરોક્ત પાંચ શખ્સે વિશાલભાઈને તિક્ષણ હાથિયારના ઘા ઝીંકી દેતાં તેને લોહીયાળ હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ફરજ પરનના તબીબે તપાસીને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો છે. જયારે, હત્યાના બનાવને લઈ સમગ્ર ખેડૂતવાસના બુદ્ધદેવ સર્કલ પાસે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

આ બનાવ ની જાણ થતાં એસ.પી. ડો. હર્ષદ પટેલ, ડીવાયએસપી ,એલસીબી પોલીસ, ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ બનાવ અંગે ડીવાય.એસ.પી.આર આર સિંઘલ જણાવ્યું હતું કે ,ઘોઘા રોડ પોલીસે રવિ નામના શખ્સને સ્થળ પરથી ઉઠાવી લીધો હતો.અને મૃતકના બેન અને મિત્રએ આ ઘટના નજરે નિહાળી હોવાનું અને સી.સી.ટીવી ફૂટેજ પણ કબ્જે લીધા હોવાનું ઉમેર્યું હતું. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement