આ શેડ અમારો છે કહી યુવાન પર પાઈપ વડે હુમલો, વચ્ચે પડેલા પિતાને પણ માર માર્યો
પોલીસ સ્ટેશને અરજી કરવાની તૈયારી કરતાં હતા ત્યારે ફરી ત્યાં આવી માર માર્યો
નાના માવા જીવરાજ પાર્ક પાસે એપલ વુડ એપાર્ટ મેન્ટમાં રહેતા સોહમભાઈ કાંતિભાઈ ઝાલાવાડીયા (ઉ.વ.26) અને તેમના પિતા કોઠારીયા સોલવન્ટ રેલવે સ્ટેશનની પાછળ બ્લોસમ પ્લાસ્ટિકના કારખાનાના સેડમાં સફાઈ કરતા હતા ત્યારે ફિરોઝ ઉર્ફે ભાઈજાન અને ફિરોઝ સાથેના અજાણ્યા માણસોએ આ સેડ અમારો છે કહી ગાળો બોલી પિતા પુત્ર પર પાઇપ વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સોહમભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું કોઠારીયા સોલવન્ટ રેલવે સ્ટેશન રાજકોટ પાછળ બ્લોસમ પ્લાસ્ટિકનું કારખાનું મહેશભાઈ કોટેચાના સેડમાં ભાડેથી ચલાવવું છું તેની બાજુમાં આ મહેશભાઈનો સેડ એક મહિના અગાઉ ભાડેથી રાખેલ હતો. હું તથા મારા પિતા કાંતિભાઈ તથા અમારા ત્રણ થી ચાર મજુર ભાડે રાખેલ સેડ માં સાફ સફાઈ નું કામ કરતા હતા ત્યારે આશરે પાંચેક વાગ્યાના અરસામાં ફિરોજ ઉર્ફે ભાઈજાન તથા તેની સાથે એક માણસ અમારા સેડ ખાતે આવેલ અને કહેવા લાગેલ કે આ સેડ અમારો છે તમે કેમ સફાઈ કરો છો તેવું કહેલ અને ગાળો બોલવા લાગેલ અને ખાલી કરી નાખજો એવું કહેલ જેથી હું તથા મારા પિતાએ ભાડે રાખેલા સેડના દસ્તાવેજ લઈને પોલીસ સ્ટેશનને અરજી કરવા જવાની તૈયારી કરતા હતા.
તેટલામાં ફરિવાર થોડીક વારમાં આ ફિરોજ તથા તેની સાથેનો માણસ તેઓના હાથમાં પાઈપ લઈને આવેલ અને પિતાને હાથે તથા શરીરે લોખંડના પાઇપ વડે મારવા લાગેલ હતા આથી હું વચ્ચે પડતા મને પણ હાથે જ શરીરે આ બંને માણસો મારવા લાગેલ હતા.સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં લઈ આવેલ અને અહીં ડોક્ટરે મને ડાબા હાથના પંજાના ભાગે ફેક્ચર થયેલ હોવાનું ત થા મારા પિતાને ડાબા હાથે કાંડાથી કોણી વચ્ચે ગંભીર ઈજા થતાં ટાંકા લીધા હોવાનું જણાવેલ તથા છાતીના ડાબા પડખે પણ ગંભીર ઇજા હોવાનું જણાવેલ હતું.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ કરી હતી.